Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ આયોજિત નિઃશુલ્ક ગરબાક્લાસીસમાં 8 વર્ષની બાળકીથી લઈને 86 વર્ષના વડીલો ગરબે ઘૂમ્યા

    1 day ago

    આગામી પવિત્ર નવરાત્રી પર્વને ધ્યાને રાખીને રાજકોટના યુવાધન તેમજ વડીલો માટે ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા ‘નમો નવરંગ’ નિઃશુલ્ક ગરબા કોચિંગ ક્લાસનું આયોજન નાગર બોર્ડિંગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ગત 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ ક્લાસીસ આગામી 10 ઓક્ટોબર સુધી ચાલશે. વિશેષ વાત એ છે કે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ પોતે પણ દરરોજ સાંજે સામાન્ય નાગરિકની જેમ ગરબાની પ્રેક્ટિસ કરતાં જોવા મળે છે. દર્શિતાબેને જણાવ્યું હતું કે, 8 વર્ષની બાળકીથી લઈને 86 વર્ષના વડીલો પણ રાસ-ગરબા શીખી રહ્યા છે. આ કોચિંગ ક્લાસમાં ભૂતકાળમાં પ્રિન્સ અને પ્રિન્સેસ રહી ચૂકેલા ટ્રેનર્સ નિયતિ શેઠ, લક્ષિત વઘારિયા, ત્રિશા વઘારિયા અને રવિભાઈ ડૉક ખેલૈયાઓને તાલીમ આપી રહ્યા છે. જેમાં ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, 22 સ્ટેપ અને ‘ટીટોડો’ સહિતના વિવિધ સ્ટેપ્સ સરળતાથી શીખવાડાય છે. વિનામૂલ્યે કોચિંગ અને પારિવારિક માહોલ મળ્યો મવડી બાપા સીતારામ ચોક પાસે રહેતા મયૂરભાઈ બખતરિયાએ જણાવ્યું કે, “હું પ્રથમ વખત ગરબા શીખવા આવ્યો છું. ખાનગી ક્લાસીસમાં રૂ.4,000 સુધીની ફી હોય છે, જ્યારે અહીં સાવ નિઃશુલ્ક અને શ્રેષ્ઠ ટ્રેનર્સ પાસે શીખવા મળી રહ્યું છે. અહીં ગરબાની પ્રેક્ટિસ કર્યા પછી મને રમવામાં પૂરો આત્મવિશ્વાસ આવી ગયો છે. ગરબા રમવાથી સ્ફૂર્તિ મળે છે: 85 વર્ષીય કિરણબેન ગરબાની પ્રેક્ટિસ કરી રહેલાં 85 વર્ષીય કિરણબેન મહેતાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મને ગરબા રમવાનો ખૂબ શોખ છે. ઘર નજીક જ હોવાથી હું અહીં નવા સ્ટેપ્સ શીખવા આવું છું. અહીંના ટ્રેનર્સ ખૂબ જ અંગત રસ લઈને શીખવાડે છે. મારે તમામ યુવાનોને સંદેશ આપવો છે કે જીવન હંમેશાં પ્રવૃત્તિમય અને આનંદથી જીવવું જોઈએ. ગરબા રમવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને રોગો દૂર ભાગે છે.”
    Click here to Read More
    Previous Article
    ફરવાની ફ્રીક્વન્સી વધી:દિવાળી પૂર્વે રાજકોટથી ગોવાની ફ્લાઇટ 25 ઓક્ટોબરથી ટેકઓફ થશે
    Next Article
    રાજકોટની શાળાનો અનોખો પ્રયોગ:વિદ્યાર્થીને 1 કલાક વાંચન પરરૂ.5નો પુરસ્કાર, 150 વિદ્યાર્થીને મહિને 67 હજાર સુધી ચૂકવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment