Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવનિયુક્ત પ્રમુખ પૂર્વ IAS મહેન્દ્રભાઈ એસ. પટેલ સાથે ખાસ વાતચીત‎:નવી પેઢી માટે શિક્ષણ-કારકિર્દી પર ફોકસ,વૈશ્વિક હરીફાઇ માટે તૈયાર કરીશું

    1 day ago

    વિશ્વભરના કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના નવા પ્રમુખ તરીકે પૂર્વ IAS અધિકારી મહેન્દ્રભાઈ એસ. પટેલની સર્વાનુમતે વરણી થઈ છે. વહીવટી સેવાનો અનુભવ ધરાવતા મહેન્દ્રભાઈ પટેલ સંસ્થાન સાથે લાંબા સમયથી જોડાયેલા છે. વર્ષ 2009ના ‘18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ’ અને 2019ના ઐતિહાસિક ‘લક્ષચંડી મહાયજ્ઞ’ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે તેમણે મહત્વની જવાબદારી સંભાળી હતી. તેઓ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. હવે સંસ્થાનના પ્રમુખ તરીકે મળેલી નવી જવાબદારીને તેઓ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓના વિસ્તરણ પૂરતી સીમિત રાખવા માંગતા નથી. તેમના મતે ઉમિયા સંસ્થાન માત્ર દર્શનનું સ્થળ નહીં, પરંતુ નવી પેઢીને શિક્ષણ, કારકિર્દી, વ્યવસાય અને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરતું કેન્દ્ર બનવું જોઈએ. આ અંગે ‘ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતના અંશો… સવાલ: પ્રમુખ તરીકે તમારી પહેલી‎પ્રાથમિકતા શું રહેશે?‎ મહેન્દ્રભાઈ પટેલ: સંસ્થાની સૌથી મોટી તાકાત‎તેની એકતા છે. સૌને સાથે લઈને સંગઠનને‎વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ રહેશે.‎અગાઉના વહીવટકર્તાઓએ જે વિઝન સાથે‎કામ કર્યું છે અને જે પ્રશ્નો કે કામ અધૂરાં રહ્યાં‎છે તેને આગળ વધવાનું આયોજન કરીશું.‎ સવાલ: નવી પેઢી માટે શું વિઝન છે?‎ જવાબ: આજનો યુવાન વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી‎રહ્યો છે. તેને માત્ર ધાર્મિક સંસ્કાર જ નહીં,‎પરંતુ શિક્ષણ, કારકિર્દી અને યોગ્ય માર્ગદર્શન‎પણ જોઈએ. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ‎અને તેમની ક્ષમતાનો વિકાસ થાય અને તેઓ‎વૈશ્વિક હરીફાઈમાં સફળ થઈ શકે તે દિશામાં‎સંસ્થાન વિશેષ કામ કરશે.‎ સવાલ: એટલે ઉમિયા સંસ્થાનની‎પ્રવૃત્તિઓ મંદિર-યજ્ઞથી આગળ વધશે?‎ જવાબ : ચોક્કસ. ધાર્મિક પ્રવૃત્તિઓ તો‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎સંસ્થાનનો આધાર છે અને તે ચાલુ જ રહેશે.‎પરંતુ તેની સાથે એજ્યુકેશનલ અને બિઝનેસ‎સેમિનાર, કરવેરા સેમિનાર, ઔદ્યોગિક‎પ્રદર્શન, કૃષિ મેળા જેવા કાર્યક્રમો યોજીશું.‎ સવાલ: સરકાર પાસે શું અપેક્ષા રહેશે?‎ જવાબ: સંસ્થાન અને સરકાર એકબીજાના‎પૂરક છે. સમાજના સર્વાંગી વિકાસ માટે જ્યાં‎સરકારના સહયોગની જરૂર પડશે ત્યાં‎સરકારની નીતિ અને નિયમો મુજબ સહયોગ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎મેળવીશું. સંસ્થાન પોતાની રીતે પણ સમાજના‎વિકાસ માટે સતત કાર્યરત રહેશે.‎ સવાલ: ઊંઝા અને અન્ય ઉમિયાધામ‎વચ્ચે સ્પર્ધાની વાત થાય છે?‎ જવાબ: કોઈ સ્પર્ધા નથી. ઉમિયા માતાજીના‎નામે કાર્યરત તમામ સંસ્થાઓનું મૂળ ઊંઝાના‎આશરે 1870 વર્ષ જૂના નિજ મંદિર સાથે‎જોડાયેલું છે. તેથી આ સંસ્થાઓ હરીફ નહીં,‎પરંતુ એકબીજાની ભગિની સંસ્થાઓ છે.‎ સવાલ: હાલમાં સમાજ માટે કયા પ્રોજેક્ટ‎ચાલી રહ્યા છે?‎ જવાબ: સંસ્થાન દ્વારા ગોતામાં બનાવાયેલી‎બંને હોસ્ટેલ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. તેમાં 600‎દીકરા અને 800 દીકરીઓ સહિત કુલ 1,400‎વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે.‎વિદ્યાર્થીઓને રહેવા ઉપરાંત વાચનાલયની‎સુવિધાનો પણ લાભ મળે છે. ગોતામાં મા‎ઉમિયાના મંદિરનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.‎ સવાલ: પાંચ વર્ષ પછી ઉમિયા સંસ્થાનને‎ક્યાં જોવા માંગો છો?‎ જવાબ: એવું સંસ્થાન બનાવવા માંગીએ છીએ‎જ્યાં ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ, રોજગાર,‎વ્યવસાય અને સમાજસેવાના માર્ગો પણ‎ખુલતા હોય. નવી પેઢી સંસ્થાન સાથે જોડાય,‎યુવાનોને આગળ વધવાની તકો મળે અને‎સંગઠન વધુ મજબૂત બને. સમાજના સર્વાંગી‎વિકાસમાં ઉમિયા સંસ્થાનની ભૂમિકા વધુ‎વ્યાપક બને એ જ અમારો મુખ્ય સંકલ્પ છે.‎ ઊંઝા સંસ્થાનના વર્તમાન પ્રમુખ‎બાબુભાઇ જમનાદાસ પટેલે‎નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઇ‎પટેલને શુભેચ્છા પાઠવી હતી.‎
    Click here to Read More
    Previous Article
    શબરીધામના વિકાસમાં ખર્ચાયા 10 કરોડ,‎હવે બન્યું ડાંગનું સુવિધાજનક યાત્રાધામ‎:ભૂતકાળમાં જ્યાં મંદિર હતું ત્યાં હવે આવનાર યાત્રાળુઓ માટે પ્રાથમિક સહિતની સગવડો ઊભી થઈ
    Next Article
    વાહનો પરત ફરતાં બ્રિજ પર:રામોસણા ચોકડી પાસે હાઈટ લિમિટ ગેટ નહીં લાગતાં ભારે વાહનો બ્રિજમાં ઘૂસે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment