Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કૃત્રિમ તળાવના પ્લાસ્ટિકની ખરીદીમાં પાલિકાનાં બેવડાં ધોરણ કિશનવાડીમાં 10% સસ્તું, નવલખી અને હરણીમાં 22% મોંઘું

    20 hours ago

    ગણેશોત્સવમાં કૃત્રિમ તળાવમાં પાણીના સંગ્રહ માટે પ્લાસ્ટિક પાથરવાના કામમાં પાલિકાના ખર્ચ સામે સવાલ ઊઠ્યા છે. નવલખી, હરણી અને તરસાલીના કામો અંદાજથી 22 ટકા વધુ ભાવે કરાવ્યાં છે, જ્યારે કિશનવાડી UPHC કૃત્રિમ તળાવનું કામ 10 ટકા ઓછા ભાવે મળ્યું છે. જેથી પાલિકાને અંદાજે 14.50 લાખનું નુકસાન થયું હોવાનું સપાટી પર આવ્યું છે. નવલખી-હરણીમાં 21.81 લાખના અંદાજ સામે ભારતી કન્સ્ટ્રક્શનનો 26.60 લાખ અને દક્ષિણ ઝોનના તરસાલી માટે 15.19 લાખના અંદાજ સામે ખુશી એન્ટરપ્રાઇઝનો 18.54 લાખનો ભાવ મંજૂર થયો હતો. બીજી તરફ કિશનવાડીમાં 3.38 લાખના અંદાજ સામે 3.04 લાખમાં કામ થયું હતું. એક જ પ્રકારનાં કામમાં જુદા જુદા દરથી ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો ઊઠ્યા છે. આ અંગે સ્થાયી ચેરમેન વર્ષાબેન વ્યાસનો સંપર્ક થઈ શક્યો નહતો. દરેક કૃત્રિમ તળાવમાં એક સરખા માઇક્રૉનની શીટ છતાં ભાવમાં તફાવત કૃત્રિમ તળાવમાં 500 માઇક્રૉનની HDPEની શીટ કેમ વપરાય છે? 500 માઇક્રૉનની HDPE શીટ એટલે 0.5 મિમી જાડી હાઇ ડેન્સિટી પોલિથિલીન જિઓમેમ્બ્રન્સ. કૃત્રિમ તળાવમાં તેનો ઉપયોગ પાણી જમીનમાં ઊતરે તે માટે કરાય છે. જાણકારો મુજબ કૃત્રિમ તળાવોના નિર્માણકાળથી પાલિકા 500 માઇક્રૉન જાડાઈની પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરે છે. જો તમામ કૃત્રિમ તળાવોમાં એક જ પ્રકારની શીટ વપરાતી હોય તો કામના ભાવમાં આટલો મોટો તફાવત કેમ? શીટ, પાથરવાની કામગીરી અને અન્ય ખર્ચના દર અંગે સવાલો ઊઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બપોરના સમયે તીવ્ર અવાજથી લોકો જોવા નીકળ્યા:શહેરના આકાશમાં વાયુસેનાનાં 3 લડાકુ વિમાનની ગર્જનાથી કુતૂહલ
    Next Article
    Not Rohit Sharma-Virat Kohli, Mohammad Kaif Reveals The Real Key To India's 2027 ODI World Cup Dream

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment