Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેકચોકમાં એસ્ટેટ ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ:દબાણ હટાવા જતાં વિવાદ, કટલેરી વેપારીઓએ ખાણી-પીણીના ટેબલ-ખુરશી હટાવવા માગ કરી

    9 hours ago

    અમદાવાદના પ્રખ્યાત માણેકચોક વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. પાનકોર નાકાથી માણેકચોક રોડ પર કટલેરીનો સામાન વેચતા વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર માત્ર તેમના સામાન જપ્ત કરે છે, જ્યારે માણેકચોકના ખાણી-પીણી બજારમાં ગેરકાયદે મુકાતા ટેબલ-ખુરશીઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. વેપારીઓના ભારે વિરોધ અને હંગામાને પગલે એસ્ટેટ વિભાગની ટીમે આખરે સ્થળ પરથી પરત ફરવું પડ્યું હતું. ટેબલ-ખુરશીના દબાણથી ટ્રાફિકજામનો આક્ષેપ વેપારીઓ અને સ્થાનિકોનો આક્ષેપ છે કે માણેકચોક ખાણીપીણી બજારમાં મોડી રાત્રે રોડ પર જ ટેબલ-ખુરશીઓ ગોઠવી દેવાતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે. પરિણામે રાત્રિના સમયે 108 એમ્બ્યુલન્સ કે ટુ-વ્હીલર વાહનો પણ પસાર થઈ શકતા નથી. કટલેરીના વેપારીઓએ અલ્ટીમેટમ આપ્યું હતું કે, જ્યાં સુધી ખાણીપીણી બજારમાંથી રોડ પરના ટેબલ-ખુરશીઓ હટાવાશે નહીં, ત્યાં સુધી તેઓ પણ રોડ પરથી પોતાના દબાણો દૂર કરવા દેશે નહીં. પરવાનગી વિના ચાલતા બજાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિકોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા માત્ર 40થી 50 લારીઓ ઉભી રાખવા અને પાર્સલ આપવાના લાયસન્સ અપાયા હતા. હાલ આ લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, કોઈ પણ માન્ય પરવાનગી વિના ખાડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની રહેમનજર હેઠળ આ બજાર ચાલી રહ્યું છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ઉપરી અધિકારીઓના આદેશ મુજબ કાર્યવાહી કરતી હોવાનું જણાવતાં વેપારીઓએ તંત્ર સામે હપ્તાખોરી અને પક્ષપાતી કાર્યવાહીના આકરા આક્ષેપો કર્યા હતા. વાઇરલ વીડિયો બાદ માણેકચોક બજારના ભવિષ્ય અંગે સવાલો એસ્ટેટ ટીમ અને કટલેરી વેપારીઓ વચ્ચે થયેલી તીખી બહેસ અને બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અમદાવાદની ઓળખ સમાન આ રાત્રિ બજારમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદે દબાણો અંગે હવે તંત્ર કાયમી અને તટસ્થ પગલાં લે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 69.400 ગ્રામ મેફેડ્રોન સાથે UPનો શખ્સ ઝપડાયો:2 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત, એક આરોપી વોન્ટેડ જાહેર, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
    Next Article
    ખેડૂતોને તંત્રની અપીલ:અરવલ્લીમાં સર્પદંશ 3 મહિનામાં 79 કેસ, ખેડૂતો પિયત વખતે સાવચેત રહે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment