Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને તંત્રની અપીલ:અરવલ્લીમાં સર્પદંશ 3 મહિનામાં 79 કેસ, ખેડૂતો પિયત વખતે સાવચેત રહે

    14 hours ago

    અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઓછો વરસાદ અને ભેજવાળી આકરી ગરમીને કારણે સરીસૃપોનો ત્રાસ વધ્યો છે. ખેતરો અને રહેણાંક વિસ્તારમાં અને અવાવરુ જગ્યાઓ પર સાપ નીકળવાની ઘટનાઓ વધતા સર્પદંશના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. હાલ વરસાદ નો અભાવ ને કારણ સિંચાઈ માટે જતા ખેડૂતોને ચેતવાની જરૂર છે. જિલ્લાના 6 તાલુકામાં મે, જૂન અને જુલાઈ ત્રણ મહિનામાં સર્પદંશના કેસમાં સતત વધારો ચિંતાનો વિષય છે. મે મહિનામા સમગ્ર અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદ ઓછો પડી રહ્યો છે ત્યારે ખેડૂતો કૂવા કે નહેર દ્વારા સિંચાઈ કરી ખેતીને જીવતદાન આપવા મથી રહ્યા છે આ સંજોગોમાં સાપ કરડવાના બનાવો પણ દિવસે દિવસે વધી રહ્યાં છે.જિલ્લામાં 8 તાલુકામાં મે મહિનામાં કુલ 11 કેસ હતા તે જૂનમાં વધીને 24 થયા અને જુલાઈમાં તો સીધા 44 કેસ નોંધાયા છે. એટલે કે દર મહિને કેસ બમણા થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે વરસાદ ઓછો હોવાથી ખેતરોમાં પિયત અપાઈ રહ્યું છે, જમીનના દરમાં પાણી ભરાતા સાપ બહાર નીકળી રહ્યા છે. ખેડૂતોને તંત્રની અપીલ હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતો દિવસ-રાત પિયત આપી રહ્યા છે ત્યારે સાવચેતી જરૂરી છે.અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રે દ્વારા ખેતરમાં ઉઘાડા પગે ન જવું, ગમબૂટ પહેરવા, રાત્રે ટોર્ચ વગર ન નીકળવું, ઘર આસપાસ સાફ-સફાઈ રાખવી. સર્પદંશ થાય તો ભૂવા-તાંત્રિક પાસે સમય બગાડ્યા વિના તાત્કાલિક 108ને કોલ કરી નજીકના સરકારી દવાખાને સારવાર લેવા અપીલ છે.
    Click here to Read More
    Previous Article
    માણેકચોકમાં એસ્ટેટ ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ:દબાણ હટાવા જતાં વિવાદ, કટલેરી વેપારીઓએ ખાણી-પીણીના ટેબલ-ખુરશી હટાવવા માગ કરી
    Next Article
    Auto Driver Murdered In Hyderabad, Second Killing In City

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment