Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 69.400 ગ્રામ મેફેડ્રોન સાથે UPનો શખ્સ ઝપડાયો:2 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત, એક આરોપી વોન્ટેડ જાહેર, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

    9 hours ago

    વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની ખરીદી-વેચાણ અને હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન રાવપુરા પોલીસે એક શખ્સને મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 2.02 લાખ રૂપિયાની કિંમતના 69.400 ગ્રામ મેફેડ્રોન, રોકડ રકમ સહિત કુલ રૂ.2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.જે. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગુલબરસલી મોહમ્મદસાહિદ ખલતી (ઉ.વ. 48, હાલ રહે. 402, અરમાન કોમ્પલેક્સ, અકોટા ગાર્ડન પાસે, અકોટા, વડોદરા શહેર તથા મૂળ શાસ્ત્રીનગર, અમાયપુરા ગામ, કાશીગંજ, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડ્યો છે. જ્યારે કેસમાં વોન્ટેડ આરોપી તરીકે અતીમોહમ્મદ પઠાણ, રહે. પ્રતાપગઢ, રાજસ્થાનનું નામ સામે આવ્યું છે. કબજે કરાયેલ મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ (MD) 69.400 ગ્રામ – કિંમત રૂ. 2,02,200 રોકડ રકમ – રૂ. 23,400 ડિજિટલ વજન કાંટો – રૂ. 3,200 મોબાઇલ ફોન – રૂ. 5,000
    Click here to Read More
    Previous Article
    પાટણ કોર્ટમાં 11 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ લોક અદાલત:વિવિધ સમાધાનલાયક કેસોનો સ્થળ પર નિકાલ કરાશે
    Next Article
    માણેકચોકમાં એસ્ટેટ ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ:દબાણ હટાવા જતાં વિવાદ, કટલેરી વેપારીઓએ ખાણી-પીણીના ટેબલ-ખુરશી હટાવવા માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment