Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની રજૂઆત પગલે કલેક્ટરે તપાસ સમિતિ રચી હતી:અરવલ્લી જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની અયોગ્ય પસંદગી રદ

    2 days ago

    અરવલ્લી જિલ્લામાં વર્ષ 2026ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેની પસંદગી પ્રક્રિયા સામે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સમગ્ર મામલે નિયમોનુસાર તટસ્થ તપાસ કરવા સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા, ઉમેદવારોની લાયકાત, શૈક્ષણિક અનુભવ અને નિર્ધારિત માર્ગદર્શિકાની ઝીણવટભરી ચકાસણી કરીને અહેવાલ કલેક્ટરને સુપ્રત કર્યો છે. અહેવાલના આધારે કલેક્ટરે નિયમો અને માપદંડોને અનુરૂપ ન હોય તેવી અયોગ્ય પસંદગી રદ કરી છે. તેની સાથે જ પારિતોષિક માટે નિર્ધારિત લાયકાત ધરાવતા લાયક ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં સંકળાયેલા સંબંધિત વ્યક્તિઓ અંગેનો અહેવાલ પણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય. કલેક્ટરના પગલાથી શિક્ષણ ક્ષેત્રે આવકારની લાગણી પ્રસરી છે. કલેક્ટરે એસઓપી તૈયાર કરવા સૂચના આપી આ ઉપરાંત ભવિષ્યમાં પસંદગી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને નિયમબદ્ધ રહે તે માટે કલેક્ટર મિલિન્દ બાપનાએ નવી Standard Operating Procedure (SOP) તૈયાર કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના પારિતોષિક વિજેતા શિક્ષકોના નામ જાહેર કરી દેવાયા હતા, પરંતુ અહેવાલ બાદ અયોગ્ય નામો રદ કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    17 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યાં, 9મીએ મતદાન-10મીએ મતગણતરી યોજાશે:વારાહી માર્કેટયાર્ડમાં ચૂંટણીનો જંગ જામ્યો,10 બેઠકો માટે 14 ઉમેદવાર,10ને ભાજપનું મેન્ડેટ
    Next Article
    મૃતકના દીકરાની યુવક અને નોટરી સામે પોલીસ ફરિયાદ:દાણીલીમડામાં 20 વર્ષ પહેલાં મૃત્યુ છતાં જીવતા દર્શાવી જમીન પચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment