Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતકના દીકરાની યુવક અને નોટરી સામે પોલીસ ફરિયાદ:દાણીલીમડામાં 20 વર્ષ પહેલાં મૃત્યુ છતાં જીવતા દર્શાવી જમીન પચાવી

    1 day ago

    20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પિતાને કાગળ પર 'હયાત' દર્શાવીને એક ગઠિયાએ નોટરી સાથે મળીને બોગસ પાવર ઓફ એટર્ની અને ખોટું એફિડેવિટ ઊભું કર્યું હતું. આ બોગસ દસ્તાવેજોના આધારે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવીને દાણીલીમડાની કિંમતી જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે જમીન માલિકના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે જમાલપુરના શખ્સ અને ખોટી એફિડેવિટ કરનારા નોટરી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારોલના શ્રીજી બંગ્લોઝ સોસાયટીમાં રહેતા તેજસ રંજનભાઈ પટેલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. મણિનગર તાલુકાના મોજે દાણીલીમડાની સીમમાં આવેલી આશરે 3946 ચોરસ મીટર જમીન તેમના પિતા રંજનભાઈ પટેલની માલિકીની હતી. વર્ષ 2006 માં પિતા રંજનભાઈનું અવસાન થતાં આ જમીનમાં તેજસભાઈ અને તેમની બહેનોના નામ કાયદેસરના વારસદાર તરીકે મહેસૂલી રેકોર્ડમાં દાખલ કરાયા હતા. દરમિયાન, જમાલપુરના સિંધીવાડમાં રહેતા આરોપી હાજીમહંમદ સીદ્દીક હાજીમહંમદઅલીએ વર્ષ 2003 માં રંજનભાઈએ તેને પાવર ઓફ એટર્ની આપી હોવાનો ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો. આ પાવર ઓફ એટર્ની ચાલુ રાખવા માટે રંજનભાઈ વર્ષ 2006 માં મૃત્યુ પામેલા હોવા છતાં તેઓ 'હયાત' છે તેવું ખોટું એફિડેવિટ નોટરી ગૌતમ મકવાણા સમક્ષ ઊભું કર્યું હતું. આ ખોટા દસ્તાવેજોના આધારે આરોપી હાજીમહંમદે ગત જુલાઈ 2026માં સબ-રજીસ્ટ્રાર કચેરીમાં 951 ચોરસ વાર જમીનનો ખોટો વેચાણ દસ્તાવેજ કરાવી પોતાના નામે કરી લીધો હતો. ગત 1 સપ્ટેમ્બરે તેજસભાઈએ જ્યારે સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજની પ્રમાણિત નકલો મેળવી ત્યારે ખબર પડી પિતાની ખોટી સહીઓ કરી જમીન હડપી લેવામાં આવી છે. આથી તેમણે ઈસનપુર પોલીસ મથકે આરોપી હાજીમહંમદ અને નોટરી ગૌતમ મકવાણા વિરુદ્ધ ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની રજૂઆત પગલે કલેક્ટરે તપાસ સમિતિ રચી હતી:અરવલ્લી જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની અયોગ્ય પસંદગી રદ
    Next Article
    CM વિજયનો AI વીડિયો બનાવીને ઠગાઈનો પ્રયાસ:લોકોને વોટ્સએપ પર જોડાવા કહ્યું, પાકિસ્તાન સાથે સંકળાયેલા ફેસબુક એકાઉન્ટ પણ મળ્યા; FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment