Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યાં, 9મીએ મતદાન-10મીએ મતગણતરી યોજાશે:વારાહી માર્કેટયાર્ડમાં ચૂંટણીનો જંગ જામ્યો,10 બેઠકો માટે 14 ઉમેદવાર,10ને ભાજપનું મેન્ડેટ

    2 days ago

    વારાહી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેતીવાડી વિભાગની 10 બેઠકો હવે સૌથી રસાકસીભરી બની છે. શરૂઆતમાં મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના મોવડી મંડળની સમજાવટથી 17 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. અંતિમ સ્થિતિમાં 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાં ભાજપે 10 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. બીજી તરફ વેપારી વિભાગની ચાર અને ખરીદ-વેચાણ સંઘની બે બેઠકો બિનહરીફ થઈ જતાં યાર્ડની ચૂંટણીનો જંગ હવે ખેતીવાડી વિભાગની બેઠકો પૂરતો સીમિત થયો છે. 29 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ખેતીવાડી વિભાગમાં 33, વેપારી વિભાગમાં 5 અને ખરીદ-વેચાણ સંઘમાં 3 ફોર્મ ભરાયા હતા. 30 ઓગસ્ટે ચકાસણી દરમિયાન ચાર ફોર્મ રદ થયા હતા. 2 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે 17 ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચતાં ખેતીવાડી વિભાગમાં 14 ઉમેદવારો અંતિમ મેદાનમાં રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો સહિત અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મોવડી મંડળની સમજાવટ બાદ કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં. અંતિમ સ્થિતિમાં ખેતીવાડી વિભાગની 10 બેઠકો માટે ભાજપે 10 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. હવે આ ઉમેદવારો સામે મેદાનમાં રહેલા અન્ય ઉમેદવારોનું ગણિત ચૂંટણી પરિણામમાં મહત્વનું બનશે. પૂર્વ ચેરમેન અને તેમની પત્ની બિનરીફ યાર્ડની કુલ 16 બેઠકોમાંથી વેપારી વિભાગની ચાર અને ખરીદ-વેચાણ સંઘની બે બેઠકો બિનહરીફ થઈ છે. ખરીદ-વેચાણ સંઘમાંથી પૂર્વ ચેરમેન અને તેમના પત્ની પણ બિનહરીફ થયા છે. આમ, 16માંથી છ બેઠકો પર ચૂંટણી વગર જ પ્રતિનિધિઓ નક્કી થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    મુસ્લિમ સમાજ દ્વારા જો કાર્યવાહી કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી‎:પાટણમાં વકફ ટ્રસ્ટની જમીન ખાલી કરવા પાલિકાએ સૂચના આપતા મુદ્દે લોકોમાં રોષ
    Next Article
    પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની રજૂઆત પગલે કલેક્ટરે તપાસ સમિતિ રચી હતી:અરવલ્લી જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની અયોગ્ય પસંદગી રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment