Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ સમાજ દ્વારા જો કાર્યવાહી કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી‎:પાટણમાં વકફ ટ્રસ્ટની જમીન ખાલી કરવા પાલિકાએ સૂચના આપતા મુદ્દે લોકોમાં રોષ

    2 days ago

    પાટણના સાંડેસરાપાટી વિસ્તારમાં વકફ ટ્રસ્ટની જમીન પર વર્ષોથી વસતા રહીશોને હટાવવા સામે ભારે વિરોધ થયો છે.પાલિકા દ્વારા વીજ-પાણી કનેક્શન કાપી મકાનો ખાલી કરવાની ચીમકી અપાતા રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. પાટણના મોજે સાંડેસરાપાટી સ્થિત રે.સ.નંબર 30 અને સી.સી.નંબર 2872 ની વકફ ટ્રસ્ટની માલિકીની જમીનમાં વર્ષોથી ઝૂંપડા બાંધીને રહેતા શ્રમિક પરિવારો પર સંકટ તોળાયું છે. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નહેરથી 100 ફૂટના અંતરમાં આવેલા મકાનો બુધવાર સાંજ સુધીમાં ખાલી કરવા અને નળ તથા વીજ કનેક્શન કાપી સૂચના આપતા લોકોમાં ભય અને ફાટી નીકળેલો રોષ જોવા મળ્યો છે. આ બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ પાટણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ હતું.મુસ્લિમ સમાજના અગ્રણી ઇબ્રાહિમ હાજીએ જણાવ્યું હતું કે​જમીન વકફ બોર્ડની હોવા છતાં પાલિકા દ્વારા ગેરકાયદેસર અને ઉતાવળી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે મુસ્લિમ વિરોધી માનસિકતા દર્શાવે છે. ટ્રસ્ટ દ્વારા કોઈ વાંધો ન હોવા છતાં તંત્ર દ્વારા આ પ્રકારની કનડગતથી સેંકડો લોકો ઘરવિહોણા બનવાની અણી પર છે.જો આ મનસ્વી કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સમક્ષ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેનાલવાળી જગ્યા સિંચાઈ વિભાગની છે: CO ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે કોઈ વકફ ટ્રસ્ટની જગ્યા નથી સિંચાઈ વિભાગની જગ્યા છે સરકારી જગ્યા છે અને એ જગ્યા ઉપર અવારનવાર ભુવા પડે છે જેના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને ધ્યાને રાખીને કોઈની જાનમાં નુકસાન ન થાય એટલા માટે આ જગ્યા ઉપરથી એ લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આઉટસોર્સિંગ ટેન્ડરમાં કૌભાંડ:0.01 ટકા કમિશન વાળી એજન્સીને બાકાત કરી 3.80 ટકા એજન્સીને જ કોન્ટ્રાક્ટ
    Next Article
    17 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યાં, 9મીએ મતદાન-10મીએ મતગણતરી યોજાશે:વારાહી માર્કેટયાર્ડમાં ચૂંટણીનો જંગ જામ્યો,10 બેઠકો માટે 14 ઉમેદવાર,10ને ભાજપનું મેન્ડેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment