Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઉટસોર્સિંગ ટેન્ડરમાં કૌભાંડ:0.01 ટકા કમિશન વાળી એજન્સીને બાકાત કરી 3.80 ટકા એજન્સીને જ કોન્ટ્રાક્ટ

    2 days ago

    પાટણ નગરપાલિકાની વિવિધ શાખાઓના 337 આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે હાથ ધરાયેલી એજન્સીની ટેન્ડર પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. સૌથી ઓછું 0.01% કમિશન રજૂ કરનાર L-1 એજન્સીને અસ્પષ્ટ ટેકનિકલ બહાના હેઠળ બહાર કરી, 3.80% ઊંચા ભાવ ધરાવતી L-2 એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાયો છે. શાસક પક્ષના જ કારોબારી સભ્યો અને વિપક્ષના વિરોધ છતાં બહુમતીથી વિવાદાસ્પદ ઠરાવ પસાર કરાતાં પાલિકા તિજોરી પર વર્ષે આશરે 23 લાખ રૂપિયાનો આર્થિક બોજ વધવાનો તખ્તો ઘડાયો છે.હાલમાં મામલો કમિશનર કચેરીમાં પહોંચ્યો હોય હવે કમિશનરના આદેશ ઉપર સૌની નજર છે. પાટણ પાલિકાની વાહનશાખા,પાણી પુરવઠા,બા ધકામ,સફાઈ અને સિક્યુરિટી સહિતના વિભાગોમાં 337 સ્ટાફ પૂરો પાડવા ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 7 એજન્સીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 3 એજન્સીઓ દસ્તાવેજી ખામીઓને લીધે ટેકનિકલ રેસમાંથી બહાર ફેંકાઈ હતી.બાકી બચેલી 4 એજન્સીઓમાં L-1 એજન્સીએ માત્ર 0.01 ટકા કમિશનનો સૌથી નીચો ભાવ દર્શાવ્યો હતો. પરંતુ પાલિકા સત્તાધીશોએ L-1 ને અચાનક ગેરલાયક ઠેરવીને રાજકોટની ‘રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ’ના 3.80 ટકા કમિશનવાળા ઊંચા ભાવને મંજૂરી આપી એજન્સી કોણ અને કોની ? વિવાદ પાછળનું સાચું કારણ આ દીધી હતી. આ નિર્ણય સામે કારોબારીના ભાજપના જ 6 સભ્યોએ લેખિત વાંધો ઉઠાવ્યો હતો અને સામાન્ય સભામાં ઠરાવ નં. 106 વખતે વિપક્ષના 12 સભ્યોએ વિરોધમાં વોટિંગ કરતા સમગ્ર મામલો બહાર આવતા વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ટેન્ડર મેળવનાર રાજકોટ સ્થિત ‘રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ’ પાછળ સત્તાધારી પક્ષના જ એક અતિ પ્રભાવશાળી રાજકારણી અથવા તેમના નજીકના સંબંધીનો સીધો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ખાસ રાજકીય કનેક્શન"ના કારણે જ L-1 ને કાપીને L-2 ને કરોડોનો કોન્ટ્રાક્ટ લહાણી કરાયો હોવાનો આક્ષેપ છે. કારોબારી સમિતિમાં સર્વાનુમતે "રી-ટેન્ડરિંગ" કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં, સત્તાધીશોએ મનસ્વી રીતે મંજૂરીનો ઠરાવ લખી દેતાં ભાજપમાં જ મોટો ભડકો થયો છે. હાલ આ સમગ્ર કૌભાંડ મુદ્દે પ્રાદેશિક કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી ટેન્ડર રદ્દ કરવા માંગ કરાઈ છે. ઊંચા ભાવે આ ટેન્ડર કેમ આપ્યું?: કોઈ બોલવા તૈયાર નથી વિવાદ વધતાં કોઈ ખુલ્લીને બોલવા તૈયાર નથી.પરતું વાતચીતમાં જણાવ્યું હતું કે L-1 એજન્સીના ભાવ ઓછા હતા પરતું દસ્તાવેજો અને ટેકનિકલ બાબતો નીતિ-નિયમ મુજબ પૂર્ણ ન હોવાથી તેને રદ્દ કરાઈ હતી. તદુપરાંત અધિકારીઓના ગણિત મુજબ, 3.80 ટકા વધારે કમિશન ચૂકવવાથી પાલિકા પર માત્ર રૂ. 23 લાખનું જ વધારાનું ભારણ આવે છે, જેથી વિપક્ષના 54 લાખના બોજના દાવા તથ્યવિહીન છે. આ કેસ પ્રાદેશિક કમિશનર જતા હવે આ કાર્યવાહી થઈ શકે છે ? પાલિકાના ચીફ ઓફિસર પાસેથી ટેન્ડરની તમામ ફાઇલો, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, L-1 ને રદ્દ કરવાનું કારણ અને મિનિટ્સ બુક મગાવી તપાસ કરી પ્રથમ દર્શનીય ગેરરીતિ કે પાલિકાને આર્થિક નુકસાન જણાતાં કમિશનર ઠરાવ નંબર 106 ના અમલ પર તાત્કાલિક રોક લગાવી શકે છે.અને L-2 નો કોન્ટ્રાક્ટ ગેરકાયદે જણાય તો આખી પ્રક્રિયા રદ્દ કરી નવેસરથી પારદર્શક રી-ટેન્ડર કરવાનો હુકમ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આજથી ઐતિહાસિક મેઘમહોત્સવનો પ્રારંભ‎:વિશ્વમાં એકમાત્ર માટીના મેઘરાજાની સ્થાપના અને છડી ઝૂલાવવાનો મહિમા
    Next Article
    મુસ્લિમ સમાજ દ્વારા જો કાર્યવાહી કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી‎:પાટણમાં વકફ ટ્રસ્ટની જમીન ખાલી કરવા પાલિકાએ સૂચના આપતા મુદ્દે લોકોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment