Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી ઐતિહાસિક મેઘમહોત્સવનો પ્રારંભ‎:વિશ્વમાં એકમાત્ર માટીના મેઘરાજાની સ્થાપના અને છડી ઝૂલાવવાનો મહિમા

    2 days ago

    ભરૂચમાં ઉજવાતા એક માત્ર મેઘ મહોત્સવ અંતર્ગત આજરોજ પરંપરાગત છડીનોમ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. શહેરમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરે જાદવ સમાજના છડીદારોએ છડીને હવામાં ઝુલાવી ભક્તો અને ઘોઘારાવ મહારાજના આશીર્વાદ મેળવે છે.. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટીપડે છે. ભરૂચના આ ભાતીગળ ઉત્સવમાં વર્ષોથી એક અનોખી પ્રથા ચાલી આવે છે. જે પરિવારોના બાળકો વારંવાર બીમાર પડતા હોય અથવા નબળા હોય, તેઓ પોતાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાડીને દીર્ઘાયુની માનતા રાખે છે. નર્મદાની પવિત્ર માટીથી આ પ્રતિમા આખરી ઓપ પામે છે. સ્થાપના બાદ શ્રાવણ માસ દરમિયાન સતત મેઘરાજાની વિશેષ આરતી અને ભક્તિ-આરાધના કરાય છે. મહોત્સવના દિવસોમાં ભરૂચના ભોઈવાડ ખાતે ભવ્ય મેળો ભરાય છે. યુવાનો દ્વારા 30 ફૂટ ઊંચી અને 150 કિલો વજનની શણગારેલી છડીઓ હવામાં ઝુલાવવાનું અદ્ભુત પ્રદર્શન થાય છે. ચોમાસાની ઋતુમાં યોજાતા આ મેળામાં બાળકો માટે અવનવા ચગડોળ, જાદુના ખેલ અને ખાસ કરીને ભરૂચની પ્રખ્યાત ખારી સિંગ તેમજ અવનવી વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભરૂચ વાસીઓ આ ચાર દિવસ તમામ ચિંતાઓ છોડીને મેઘરાજાના દર્શનની સાથે-સાથે ભરપૂર ખરીદીનો આનંદ માણશે. આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ ધાર્મિક અને પૌરાણિક મહત્વ જોડાયેલું છે. ભરૂચના ભોઇવાડ વિસ્તારમાં મેઘરાજાની ભવ્ય માટીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. મેઘરાજાના મેળામાં વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
    Click here to Read More
    Previous Article
    મહેસૂલ વિભાગના E-Dhara, iORA, AnyROR પોર્ટલ બંધ:મેન્ટેનન્સના કારણે 2 થી 6 સપ્ટેમ્બર સુધી સેવાઓ પર અસર પડશે
    Next Article
    આઉટસોર્સિંગ ટેન્ડરમાં કૌભાંડ:0.01 ટકા કમિશન વાળી એજન્સીને બાકાત કરી 3.80 ટકા એજન્સીને જ કોન્ટ્રાક્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment