Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ-મીઠાઈ અપાઈ:સામાજિક અગ્રણી અરુણભાઈ જેબર દ્વારા સતત પાંચમા વર્ષે સાતમ-આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સામાજિક અગ્રણી અરુણભાઈ જેબર દ્વારા સાતમ-આઠમના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરાયું. આ કાર્યક્રમ સતત પાંચમા વર્ષે યોજાયો હતો. આ પ્રસંગે વેરાવળ ટાવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. જી. પટેલ હાજર રહ્યા હતા. તેમણે અરુણભાઈ જેબરની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી. ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અને પ્રદેશ મહિલા મોરચા મંત્રી મંજુલાબેન સુયાણી પણ ત્યાં હાજર રહ્યા હતા. મંજુલાબેન સુયાણીએ જણાવ્યું કે, મહાકાલેશ્વર મહાદેવ મંદિર સામે યોજાયેલો આ વિતરણ કાર્યક્રમ તહેવાર પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનો સારો પ્રયાસ છે. તેમણે આ સુંદર આયોજન બદલ અરુણભાઈ જેબરનો આભાર માન્યો. આ કાર્યક્રમમાં વેપારી અગ્રણી મુકેશભાઈ ચોલેરા, સામાજિક અગ્રણી અનિસ રાચ્છ, નગરપાલિકા કાઉન્સિલર વિનુભાઈ ભંભાણી, મહાકાલેશ્વર મંદિરના પૂજારી ભરતબાપુ, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી. કે. નિમાવતબાપુ, જિલ્લા ભાજપ બક્ષીપંચ મંત્રી મહેશભાઈ વાજા, એડવોકેટ બકુલાબેન ડાભી હાજર રહ્યા હતા. પત્રકાર મિત્રો ચેતનભાઈ અપારનથી, નિલેશભાઈ ગૌસ્વામી, નિલેશભાઈ ચાવડા, રામજીભાઈ ચાવડા, નાનજીભાઈ ચાવડા અને અનેક સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગના અધિકારીઓના હસ્તે ફરસાણ-મીઠાઈનું વિતરણ કરાયું હતું. હુડકો સોસાયટીના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહીને આ તહેવારનો લાભ લીધો.
    Click here to Read More
    Previous Article
    'મંત્રીઓ મંચ પરથી વાતો કરે, દીકરીઓ પાણી માટે વલખાં મારે':સમરસ હોસ્ટેલમાં AAP મહિલા કોર્પોરેટરની સરપ્રાઇઝ વિઝિટ, ભોજનમાં ઈયળો બાદ હવે રસોડામાંથી સડેલા શાકભાજી પકડાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે વિરાસત લોકમેળાનો પ્રારંભ:ઉદ્ઘાટનમાં મુકુન્દરાય સ્વામીએ આશીર્વચન આપ્યા, મેળો 7 સપ્ટેમ્બર સુધી ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment