Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે વિરાસત લોકમેળાનો પ્રારંભ:ઉદ્ઘાટનમાં મુકુન્દરાય સ્વામીએ આશીર્વચન આપ્યા, મેળો 7 સપ્ટેમ્બર સુધી ચાલશે

    9 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી 'વિરાસત લોકમેળા'નો પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે અને દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુન્દરાય સ્વામીના આશીર્વચન સાથે આ મેળાનું ઉદ્ઘાટન કરાયું. સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આયોજિત આ મેળો 7 સપ્ટેમ્બર (એકાદશી) સુધી ચાલશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે, મેળો એ લોકસંસ્કૃતિ, કળા અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે. તેમણે કહ્યું કે, મેળો નાના વેપારીઓની રોજગારી અને પરિવારના સામાજિક આનંદનું સંગમ સ્થાન છે. તેમણે વધુમાં કહ્યું કે, ઝાલાવાડની ધરતી તેના ભાતીગળ મેળાઓ માટે જાણીતી છે. તરણેતરના મેળાની સાથે સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાઓ સામાજિક મેળાપ અને સંસ્કૃતિના જતનનું મહત્વપૂર્ણ કામ કરે છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં વઢવાણનું મેળાનું મેદાન જૂની પરંપરાઓ સાથે લોકો માટે ઉત્સાહનું કેન્દ્ર બન્યું છે. મકવાણાએ મેળાના સામાજિક અને આર્થિક પાસાઓ વિશે વાત કરતા ઉમેર્યું કે, આ આયોજનથી નાના વેપારીઓ અને વિવિધ વ્યવસાયકારોને સીધી રોજગારી મળે છે. તમામ ઉંમરના લોકો સામૂહિક રીતે આ ઉત્સવને માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એકાદશી સુધી ચાલનારા આ મેળામાં દરરોજ રાત્રે નામી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. આ કાર્યક્રમો લોક સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે. સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા, તેમણે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી. સ્ટોલ ધારકો અને ચકડોળ સંચાલકોના આર્થિક હિતોના રક્ષણ માટે, સૌ નાગરિકોને 'પાસ પ્રથા'થી દૂર રહેવા અપીલ કરાઈ હતી. નાના વેપારીઓને પ્રોત્સાહન આપી મેળો પારદર્શક રીતે ચલાવવામાં સહયોગ આપવા પણ અનુરોધ કરાયો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ મેળામાં ઉત્સાહભેર મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ ધારકો સાથે વાતચીત કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે જ, તેમણે ઝૂલામાં બેસીને બાળસહજ આનંદ માણ્યો હતો. દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુન્દરાય સ્વામીએ સૌ નાગરિકોને આશીર્વચન પાઠવ્યા હતા. લોકમેળા દરમિયાન દરરોજ રાત્રે રાસ-ગરબા, કચ્છી ફોક, પઢાર નૃત્ય, સીદી ધમાલ, લોકડાયરા અને સુરસમ્રાટ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ગજેન્દ્રભાઈ (ગજાનનભાઈ) ચૌહાણ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમ મકવાણા, પારસ મકવાણા સહિતના અધિકારીઓ અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ-મીઠાઈ અપાઈ:સામાજિક અગ્રણી અરુણભાઈ જેબર દ્વારા સતત પાંચમા વર્ષે સાતમ-આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
    Next Article
    Ex-Chief Economic Advisor Backs GDP Figure, Says New Methodology "Cutting Edge"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment