Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ એફિડેવિટમાં ચોંકાવનારા ખુલાસા:આપઘાત કરનાર ડો. હર્ષ અન્યાય સામે બોલતો એટલે ટાર્ગેટ કરાતા, ડો. હિનાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ

    9 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યા આપઘાત પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલી આરોપી ડોક્ટર હિના ભૂતની આગોતરા જામીન અરજી સામે પોલીસે સેશન્સ કોર્ટમાં વિગતવાર એફિડેવિટ રજૂ કરી છે. પોલીસ એફિડેવિટ મુજબ, 5 ઓગસ્ટના રોજ આરોપી ડો. દિશિતાએ વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરી જુનિયરોને સીરોલોજી લેબમાં બોલાવ્યા હતા. ત્યાં ચારેય સિનિયર આરોપીઓએ તેમને લગભગ 2 કલાક સુધી ગેરકાયદે રીતે બેસાડી રાખી માનસિક ત્રાસ આપ્યો હતો. સિનિયર ડોક્ટરો આકાઓ જેવું વર્તન કરી જુનિયર તબીબોને સતત દબાણમાં રાખતા હતા. અન્યાય સામે અવાજ ઉઠાવતા ડો. હર્ષને બનાવ્યા હતા ખાસ ટાર્ગેટ એફિડેવિટમાં સામે આવ્યું છે કે સિનિયર ડોક્ટરો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદે હુકમો અને રેગિંગ સામે માત્ર ડો. હર્ષ પંડ્યા જ અવાજ ઉઠાવતા હતા. અન્ય જુનિયર તબીબો ડરના કારણે મૌન રહેતા, જ્યારે ડો. હર્ષ અન્યાયનો ખુલ્લેઆમ વિરોધ કરતા હતા. આ બાબત સિનિયરોના ઈગોને ઠેસ પહોંચાડતી હતી, જેના કારણે તેઓ ડો. હર્ષને સ્પેશિયલ ટાર્ગેટ બનાવીને વધુ ત્રાસ આપતા હતા. જો કોઈ જુનિયર કામ કરવાની ના પાડે તો સિનિયરો બધાની હાજરીમાં તેમને ખખડાવી, અપશબ્દો બોલી અપમાનિત કરતા હતા અને પોતાનો અહમ સંતોષતા હતા. સત્તા ન હોવા છતાં વર્કલોડ થોપી બેફામ શોષણ કરાતું બીજા વર્ષમાં અભ્યાસ કરતા સિનિયર ડોક્ટરો (ડો. નીરાલીબેન, ડો. અનુજ, ડો. દિશિતા અને ડો. હિના) પાસે જુનિયરોને કોઈપણ પ્રકારનું કામ સોંપવાની સત્તા નહોતી. તેમ છતાં તેઓ પોતાના અંગત અભ્યાસ અને પ્રેક્ટિકલનું કામ જુનિયરો પર થોપીને તેમનો વર્કલોડ અસહ્ય બનાવી દેતા હતા. આ મામલે કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીની તપાસમાં પણ ચારેય સિનિયરો દોષિત સાબિત થયા હતા. જેના આધારે NMC ના નિયમો હેઠળ તેમને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોપીઓ નાસતા ફરતા હોવાથી જામીન અરજી ફગાવવા માંગ સરકાર પક્ષે એપીપી દિગંત તેવારે કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું હતું કે ગુનો આચર્યા બાદથી આરોપીઓ પોતાના રહેણાંક સરનામે હાજર મળ્યા નથી અને ધરપકડથી બચવા નાસતા ફરે છે. જો આરોપી ડો. હિનાને જામીન આપવામાં આવશે તો તેઓ સાક્ષીઓને ધમકાવી શકે છે તેમજ મહત્વના પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે. આ ગંભીર તથ્યોને આધારે પોલીસે આગોતરા જામીન અરજી ફગાવી દેવા સખત વિરોધ નોંધાવ્યો છે. કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ચુકાદો જાહેર થશે.
    Click here to Read More
    Previous Article
    GIDCમાં મોટો વહીવટી ફેરફાર:14 Class-I અધિકારીઓની બદલી, અનેકને રિજનલ મેનેજરની જવાબદારી
    Next Article
    અધિકારીઓના નિર્ણયોને લઈને MLA સતિષ પટેલ આકરા પાણીએ:ખોટા કે મનસ્વી નિર્ણય લેવાશે તો સતીશ પટેલ સૌથી પહેલા વિરોધમાં ઊભો રહેશે. પાર્ટી-પ્રજાને નુકસાન થાય તેવું કામ અમે નહીં થવા દઈએ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment