Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકારીઓના નિર્ણયોને લઈને MLA સતિષ પટેલ આકરા પાણીએ:ખોટા કે મનસ્વી નિર્ણય લેવાશે તો સતીશ પટેલ સૌથી પહેલા વિરોધમાં ઊભો રહેશે. પાર્ટી-પ્રજાને નુકસાન થાય તેવું કામ અમે નહીં થવા દઈએ.

    10 hours ago

    વડોદરા શહેરના માંજલપુર પંચશીલ મેદાન ખાતે પાલિકાએ વ્હીકલ પુલ બનાવવાની કવાયત હાથ ધરતાં ભારે વિરોધ થયો હતો. વિરોધ વકરતા પાલિકા તંત્રે વ્હીકલ પુલ બનાવવાના કામને માંડી વાળ્યું હતું. પંચશીલ મેદાનમાં વ્હીકલ પુલ બનાવવાના નિર્ણયને વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સતિષ પટેલે આકરા શબ્દોમાં વપડી કાઢ્યો છે અને ફરી આવા કોઈ નિર્ણયો લેવાશે તો વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સતિષ પટેલે જણાવ્યું હતું કે, આ વ્હીકલ પુલનો નિર્ણય ખરેખર વિચાર્યા વગર લેવામાં આવ્યો છે. છેલ્લા 5 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને જ્યારે આ પ્રશ્ન ઊભો થયો ત્યારે જ કમિશનરે તેનું ધ્યાન દોરીને ઉકેલ લાવવો જોઈતો હતો. 5 દિવસથી આખા વિસ્તારમાં ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો હતો. અમારા કોર્પોરેશનના હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. પ્રજાના સતત ફોન આવતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ મારો સંપર્ક કર્યો એટલે મેં તરત જ કાર્યક્રમ અટકાવવાનું કહ્યું હતું. કાર્યકર્તાઓને બોલાવીને અમે ગ્રાઉન્ડ પર ભેગા થયા અને નિર્ણય રદ કરાવવા રજૂઆત કરી હતી. આવા નિર્ણયથી પાર્ટીને નુકસાન થાય છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોને ધ્યાનમાં રાખવા જોઈએ જેથી આવી પરિસ્થિતિ ઊભી ન થાય. તેઓએ ઉમેર્યું હતું કે, કમિશનર કે અધિકારીઓ એમ કહીને છટકી ન શકે કે 'મને ખબર ન હતી'. જો તમને ખબર ન હોય તો વહીવટ કઈ રીતે ચાલે? અધિકારીઓ વહીવટ ચલાવે છે કે આપણે? વડોદરા શહેરમાં આવો કોઈ પણ ખોટા કે મનસ્વી નિર્ણય લેવાશે તો સતીશ પટેલ સૌથી પહેલા વિરોધમાં ઊભો રહેશે. પાર્ટી અને પ્રજાને નુકસાન થાય તેવું કામ અમે નહીં થવા દઈએ. તેઓએ કહ્યું હતું કે, તમે રસ્તો આવીને જુઓ મોટા મોટા ડમ્પર, ગાડીઓ અને જેસીબી આ રસ્તેથી પસાર થાય છે. શું આ રસ્તો એટલા ભારે વાહનો માટે લાયક છે? બાજુમાં બે બે શાળાઓ આવેલી છે. વિકલ્પ પુલ બનાવવો હોય તો 100% યોગ્ય જગ્યાએ બનાવવો જોઈએ જ્યાં આજુબાજુ મોટા રસ્તા હોય, રહેણાંક વિસ્તાર ન હોય અને પ્રજાને કોઈ તકલીફ ન પડે. પદાધિકારીઓને સાથે રાખીને યોગ્ય આયોજનથી કામ થશે તો જ પ્રજા ખુશ રહેશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 4 ઝોનમાં 4 વ્હીકલ પુલ બનાવવા માટેની જાહેરાત બાદ બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગે ₹5.07 કરોડના ખર્ચે માંજલપુરમાં પંચશીલ મેદાન ખાટે પાલિકાના શાળાના હેતુવાળા પ્લોટ પર વ્હીકલ પુલ બનાવવા માટેનું ટેન્ડર બહાર પડયું હતું. પંચશીલ મેદાન પર વ્હીકલ પુલ બનશે તેવી જાહેરાત થતાં જ સ્થાનિક લોકો અને આસપાસ આવેલી બે શાળાઓએ વિરોધ કર્યો હતો. આ સ્થળે જો વ્હીકલ પુલ બનશે તો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાશે તેવી રજૂઆત કરાઇ હતી. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વ્હીકલ પુલ બનાવવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ એફિડેવિટમાં ચોંકાવનારા ખુલાસા:આપઘાત કરનાર ડો. હર્ષ અન્યાય સામે બોલતો એટલે ટાર્ગેટ કરાતા, ડો. હિનાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ
    Next Article
    ગુજરાત પોલીસમાં 500 નવી જગ્યાઓ મંજૂર:ડ્રાઇવર કોન્સ્ટેબલની થશે ભરતી, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ક્લાસ-3ની જગ્યાઓ ઊભી કરાશે; ₹31.16 કરોડથી વધુની જોગવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment