Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં કાલાવડ નાકાનો જૂનો પુલ બંધ:નવા ફોરલેન પુલ માટે ડિમોલેશન શરૂ, ટ્રાફિક ડાયવર્ટ

    9 hours ago

    જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર આવેલો વર્ષો જૂનો પુલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, જૂના પુલનું ડિમોલેશન કાર્ય શરૂ થઈ ગયું છે. પુલની નબળી હાલત જોતાં તે વાહન વ્યવહાર માટે જોખમકારક બન્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો ફોરલેન પુલ આશરે 100 મીટર લાંબો અને બંને બાજુ 7.50 મીટર પહોળો હશે. તેના નિર્માણ માટે કુલ 5 પિયર/અબટમેન્ટ ઊભા કરાશે. આ પ્રોજેક્ટમાં આધુનિક 'પ્રિકાસ્ટ ગર્ડર લોન્ચિંગ ટેક્નોલોજી' સાથે પાઈલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ થશે, જે પુલને વધુ મજબૂત અને ટકાઉ બનાવશે. પુલ બંધ થવાથી વાહન વ્યવહાર પર અસર ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડાયવર્ઝન યોજના અમલમાં મૂકવામાં આવી છે. વાહનો માટે વૈકલ્પિક માર્ગ (હંગામી રસ્તો) તૈયાર કરાયો છે અને ટ્રાફિકને તે માર્ગ પર વાળવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરી છે. નવા પુલના નિર્માણ બાદ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદીના માર્ગદર્શન હેઠળ આસી. કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને તેમની ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં નવસારીને સૌથી વધુ બિનહરીફની ઉજવણી:બાઈક રેલી બાદ વિજય ઉત્સવમાં પાટીલની સભા, કહ્યું-નારાજ થવાનો અધિકાર કોઈને નથી; જલાલપોરના MLA આર.સી. પટેલ ગેરહાજર
    Next Article
    વડોદરામાં ADIT કોલેજનું ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન:ઉદ્યોગો સાથે MOU, પ્રોજેક્ટ્સ માટે ₹8.4 લાખની સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment