Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ADIT કોલેજનું ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન:ઉદ્યોગો સાથે MOU, પ્રોજેક્ટ્સ માટે ₹8.4 લાખની સહાય

    8 hours ago

    વડોદરામાં સીવીએમ યુનિવર્સિટીની એડીઆઇટી કોલેજ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિવિધ એન્જિનિયરિંગ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે ઉદ્યોગો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા અને પ્રોજેક્ટ્સ માટે ₹8.4 લાખની નાણાકીય સહાય પણ જાહેર થઈ હતી. સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવા સંમેલનોમાં મોટી સંખ્યામાં હાજર રહેવા આહવાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલના વિદ્યાર્થીઓને તાલીમ, ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ અને પ્લેસમેન્ટ જેવી બાબતોમાં મદદરૂપ થઈ શકે છે. એલ્યુમની કોર્ડીનેટર ડૉ. હાર્દિક શાહના જણાવ્યા અનુસાર, આ સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ અને એક્સપર્ટ ટોક જેવી વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગો અને યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરારો (MOU) કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં જેનીથ ટેકનોલોજી, શિવા સોલાર એનર્જી અને આદેશ એન્જિનિયરિંગ જેવી કંપનીઓ સાથે એમઓયુ થયા હતા. આ ઉપરાંત, રેની ઇનોવેશન એલએલપી દ્વારા પ્રોજેક્ટ્સ માટે ત્રણ વર્ષ માટે રૂપિયા 8,40,000ની નાણાકીય સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ એલ્યુમની મીટમાં એ.ડી.આઈ.ટી.ના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘ, વિવિધ વિભાગોના વડાઓ અને એલ્યુમની કોર્ડીનેટર્સે ભાગ લીધો હતો. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે આ સંમેલનના સફળ આયોજન બદલ એડીઆઇટી કોલેજને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં કાલાવડ નાકાનો જૂનો પુલ બંધ:નવા ફોરલેન પુલ માટે ડિમોલેશન શરૂ, ટ્રાફિક ડાયવર્ટ
    Next Article
    કોંગ્રેસની હાર: AICC સભ્યએ પ્રદેશ માળખું વિખેરવા માંગ કરી:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ ગૌરવ પંડ્યાએ ઉઠાવ્યા સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment