Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસાલીયા ભંડારામાં રામદેવ ભજનોના તાલે ઝૂમ્યા પદયાત્રીઓ:મોટી ઇસરોલ રામદેવ સેવા ટ્રસ્ટનો ૨૪મો ભંડારો, ચાર રાજ્યોના ભક્તો ઉમટ્યા

    1 day ago

    મોટી ઇસરોલના રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પોસાલીયા ભંડારામાં પદયાત્રીઓ રામદેવ ભજનોના તાલે ઝૂમ્યા હતા. આઠમા દિવસે ભક્તોના ધસારા વચ્ચે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ઇષ્ટદેવ દ્વારિકાનાથ બાબા રામદેવજી મહારાજની કૃપા અને રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદાની પ્રેરણાથી મોટી ઇસરોલ (અરવલ્લી) રામદેવ સેવા ટ્રસ્ટ સંચાલિત પોસાલીયા 'ગુજરાતી વિસામો' સેવા ભંડારો ૨૪મા વર્ષમાં ભક્તિભાવ સાથે ચાલી રહ્યો છે. ભાદરવા સુદ બીજના મહામેળા તરફ આગળ વધી રહેલા પદયાત્રીઓની ભીડ આઠમા દિવસે ખૂબ વધી હતી. સેંકડો કિલોમીટરની પદયાત્રાનો થાક ભૂલીને શ્રદ્ધાળુઓ પરિસરમાં ગુંજતા રામદેવપીરના ભજનોના તાલે મન મૂકીને નાચતા અને ઝૂમતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય ઉપસ્થિત સૌ માટે એક અલૌકિક અનુભવ બની રહ્યું હતું. ભંડારામાં બાબાના ભજનો અને 'જય બાબારી'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બન્યું હતું. ભોજન-પ્રસાદ લીધા બાદ શ્રદ્ધાળુઓ ઢોલ-નગારા અને ભજનોના સૂર પર ઝૂમી ઊઠ્યા હતા, જેનાથી સેવા છાવણીમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. યાત્રાળુઓનો આ ઉત્સાહ જોઈને સેવા આપી રહેલા સ્વયંસેવકોમાં પણ બમણી ઊર્જાનો સંચાર થયો હતો. રાજસ્થાનના વિવિધ જિલ્લાઓ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી પગપાળા કે અન્ય રીતે રામદેવરા જઈ રહેલા હજારો યાત્રિકો આ ૨૪મા ભંડારામાં આરામ લઈ રહ્યા છે. ભાવિકોને ખડેપગે રહી ભાવપૂર્વક ભોજન-પ્રસાદ પીરસી આયોજકો અને સેવાભાવી કાર્યકરો પણ સેવાનો મોટો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ભંડારા સંચાલક પ્રભુદાસભાઈએ જણાવ્યું કે, ભાદરવાનો રામદેવજીનો મહામેળો પૂરો ન થાય ત્યાં સુધી આ ભંડારો આખો મહિનો રાત-દિવસ સતત ચાલુ રહેશે. વિશાળ ડોમ નીચે પદયાત્રીઓ માટે શુદ્ધ ભોજન-પ્રસાદ, ગરમ ચા-નાસ્તો, આરામ અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. ભંડારાના સફળ સંચાલન માટે રામદેવ સેવા ટ્રસ્ટ - મોટી ઇસરોલ દ્વારા તમામ સહયોગીઓ, દાતાઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના આ 10 પ્રવાસન સ્થળોનો 135 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ:રૂપાલના વરદાયિની માતાજીના મંદિર માટે 35 કરોડ અને ગ્રેટર ગીર માટે રૂ. 46 કરોડ મંજૂર
    Next Article
    મનપા દ્વારા કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ડિમોલિશન:કાચા-પાકા અડચણરૂપ દબાણો દૂર કરી રોડ બનાવવાનો માર્ગ મોકળો કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment