Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના આ 10 પ્રવાસન સ્થળોનો 135 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ:રૂપાલના વરદાયિની માતાજીના મંદિર માટે 35 કરોડ અને ગ્રેટર ગીર માટે રૂ. 46 કરોડ મંજૂર

    1 day ago

    રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સર્વાંગી વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા 10 મહત્વના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામો પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓમાં વધારો થશે. સાથે જ સ્થાનિક સ્તરે પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે. કયા કયા સ્થળોનો કેટલા ખર્ચે થશે વિકાસ? રૂપાલનું વરદાયિની માતાજી મંદિર — રૂ.35 કરોડ ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ અને યાત્રાળુઓની સુવિધા માટે રૂ.35 કરોડના અંદાજિત કામોને મંજૂરી આપવામાં આવી છે. ગ્રેટર ગીર — રૂ.46.91 કરોડ ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ સ્થળોએ પ્રવાસનલક્ષી વિકાસ માટે રૂ.46.91 કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ગોવર્ધન પર્વત, અંજાર — રૂ.12.98 કરોડ કચ્છના અંજાર ખાતે પ્રવાસનને વેગ આપવા ગોવર્ધન પર્વતના વિકાસ માટે રૂ.12.98 કરોડના કામોને મંજૂરી મળી છે. જોધલપીર મંદિર, કેસરડી — રૂ.21.75 કરોડ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામે જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને આનુષંગિક વિકાસ માટે રૂ.21.75 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અનલગઢ કિલ્લો-મહાકાળી મંદિર, ગોંડલ — રૂ.5.06 કરોડ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ઐતિહાસિક અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજી મંદિર આસપાસના પરિસરના વિકાસ માટે રૂ.5.06 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉનાઈ માતાજી મંદિર, વાંસદા — રૂ.5.03 કરોડ નવસારીના વાંસદા ખાતે ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં રામચંદ્રજી અને હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સાંસ્કૃતિક હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના કામો થશે. મહીસાગર નદી કિનારે ઘાટ, ભાદરવા — રૂ.3.31 કરોડ વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. વાળીનાથ મહાદેવ મંદિર, તરભ — રૂ.2.68 કરોડ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિર માટે 100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સહિત વીજળીકરણના કામો હાથ ધરાશે. મીની પાવાગઢ, ઉમરેચા — રૂ.50 લાખ સતલાસણાના ઉમરેચા ખાતે મહાકાળી માતાજી મંદિર ખાતે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ અને કર્બ બીમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગોરા રામજી મંદિર, ધરમપુર — રૂ.18.91 લાખ વલસાડના ધરમપુર ખાતે ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર, જી.શીટ અને ફ્લોરિંગ સહિતના સમારકામ માટે રૂ.18.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાધામો સાથે પ્રવાસનને પણ વેગ રાજ્ય સરકારના આ નિર્ણયથી ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓ માટે સુવિધાઓમાં વધારો થવાની સાથે ઐતિહાસિક અને કુદરતી સ્થળોના પ્રવાસન વિકાસને પણ વેગ મળશે. મંદિર પરિસર, નદી કિનારા, કિલ્લા અને ગીર જેવા પ્રવાસન કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ ઊભી થતાં સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને પણ લાભ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 374 અંક ઘટીને 76,570 પર બંધ થયો:નિફ્ટી પણ 141 અંક નીચે આવ્યો, ઈરાન પર અમેરિકી હુમલાની અસર
    Next Article
    પોસાલીયા ભંડારામાં રામદેવ ભજનોના તાલે ઝૂમ્યા પદયાત્રીઓ:મોટી ઇસરોલ રામદેવ સેવા ટ્રસ્ટનો ૨૪મો ભંડારો, ચાર રાજ્યોના ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment