Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા દ્વારા કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ડિમોલિશન:કાચા-પાકા અડચણરૂપ દબાણો દૂર કરી રોડ બનાવવાનો માર્ગ મોકળો કરાયો

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા સ્થિત મિલની ચાલી વિસ્તારમાં રસ્તાના કામમાં અડચણરૂપ બનતા દબાણો દૂર કરવા માટે મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું., મિલની ચાલીના આગળના ભાગે તેમજ રેલવેના પાટા વચ્ચેના લેઆઉટ મુજબના રસ્તા પર લાંબા સમયથી બિસ્માર રોડના કારણે સ્થાનિક લોકો પરેશાન હતા અને નવા રોડની માંગણી કરી રહ્યા હતા. દબાણ હટાવ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રસ્તાનું કામ શરૂ કરવા માટે નડતરરૂપ વધારાના બાંધકામો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે દબાણ દૂર થતાં જ રોડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, લોકોની માંગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી શરૂ કરતા પહેલા રસ્તા પર રહેલા કાચા-પાકા દબાણો હટાવવા જરૂરી હતા. જેના પગલે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ જેસીબીના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી રોડ પર આડે આવતા ઓટલા, નાના-મોટા શેડ અને ટાંકીઓ સહિતના દબાણો તોડી પાડ્યા હતા. બીજી તરફ મહાનગરપાલિકાની આ ડિમોલિશન કાર્યવાહી સામે સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે દબાણો હટાવતા પહેલા રસ્તા પર રહેલા વીજપોલ અને વૃક્ષોને યોગ્ય રીતે ખસેડવામાં આવે અને ત્યારબાદ જ રોડનું નિર્માણ કરવામાં આવે તેવી લોકો ની માંગ છે...
    Click here to Read More
    Previous Article
    પોસાલીયા ભંડારામાં રામદેવ ભજનોના તાલે ઝૂમ્યા પદયાત્રીઓ:મોટી ઇસરોલ રામદેવ સેવા ટ્રસ્ટનો ૨૪મો ભંડારો, ચાર રાજ્યોના ભક્તો ઉમટ્યા
    Next Article
    વલસાડમાં વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી:આંબા-ચીકુની સાથે નાળિયેરીની ખેતી કરવા ખેડૂતોને અનુરોધ, રાજ્યમાં નાળિયેરીનું વાવેતર 30 હજારથી વધારી 50 હજાર હેક્ટર કરવાનું લક્ષ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment