Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા 'આપ'ની માંગ:કલેક્ટરને આવેદન આપી ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત કરી

    14 hours ago

    જામનગર જિલ્લામાં વરસાદના ખેંચાણને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાતાં ખેડૂતોની ચિંતા વધી છે. આ કપરી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. આપના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોનું દેવું માફ કરવા અને આર્થિક સહાય આપવાની રજૂઆત કરી હતી. વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં જિલ્લામાં પૂરતો વરસાદ ન થવાના કારણે ખેતીનો પાક બળી જવાની શક્યતા ઉભી થઈ છે, જેથી ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આપ નેતાઓની આગેવાનીમાં વિશાળ રેલી આપના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં પક્ષના કાર્યકરો તથા નેતાઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ સહભાગી બન્યા આ વિરોધ પ્રદર્શનમાં જામનગર મહાનગરપાલિકાના નગરસેવિકા ઝેનબ ખફી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો જોડાણા હતા. ખેડૂતોનું દેવું માફ કરવા માંગણી સરકાર પાસે જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક નુકસાની વેઠતા ખેડૂતોને ત્વરિત સહાય આપવા અને દેવું માફ કરવા આગ્રહ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પોલ ખુલી:વેમાલીમાં કરોડોના ખર્ચે બનેલું તળાવ ગંદકીથી ખદબદ્યું, રહીશો પીવાના પાણી માટે પરેશાન
    Next Article
    મોરબીમાં જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ પર મહાનગરપાલિકાએ RCC પેચવર્ક શરૂ કર્યું:જડેશ્વર મંદિરથી નગર દરવાજા સુધી રસ્તો મરામત થતાં આયોજકોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment