Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પોલ ખુલી:વેમાલીમાં કરોડોના ખર્ચે બનેલું તળાવ ગંદકીથી ખદબદ્યું, રહીશો પીવાના પાણી માટે પરેશાન

    14 hours ago

    વડોદરા શહેરમાં વડાપ્રધાનના આગમનને પગલે મહાનગરપાલિકા દ્વારા રંગ-રોગાન અને 7 દિવસની વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પરંતુ, શહેરના છેવાડે આવેલા વિસ્તારોમાં વાસ્તવિકતા સાવ વિપરીત ચિત્ર રજૂ કરી રહી છે. વર્ષ 2020માં વડોદરા મહાનગરપાલિકામાં સમાવાયેલા વેમાલી ગામમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલું તળાવ હાલ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય બની ગયું છે. પાલિકા દ્વારા એક તરફી વિકાસ કરીને વેમાલી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે મોરચો માંડ્યો છે અને જો તળાવની સાફસફાઈ તેમજ પ્રાથમિક સુવિધાઓ નહીં અપાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી છે. કરોડોના ખર્ચે થયેલા બ્યુટીફિકેશન બાદ તળાવમાં કચરાના ઢગ વેમાલી ગામનો પાલિકાની હદમાં સમાવેશ થયાને વર્ષો વીતી ગયા છતાં સ્થાનિક નાગરિકો પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વર્ષ 2023 માં કરોડો રૂપિયાની માતબર રકમ વાપરીને આ તળાવનું નવીનીકરણ અને બ્યુટીફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, જાળવણીના અભાવે હાલ આ તળાવમાં ચારેય તરફ ગંદકી, પ્લાસ્ટિક અને કચરો જમા થઈ ગયો છે, જેનાથી સ્થાનિક પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન માત્ર ચોક્કસ વિસ્તારો પર જ ધ્યાન આપી રહ્યું છે અને વેમાલીની સંપૂર્ણ ઉપેક્ષા કરી રહ્યું છે. નર્મદા કેનાલનું પાણી વિશ્વામિત્રીમાં વહી જાય છે પણ તળાવમાં નહીં સૌથી મોટી વિડંબણા એ છે કે વેમાલી તળાવની તદ્દન નજીકથી નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે અને તેનું લાખો ગેલન શુદ્ધ પાણી રોજેરોજ વિશ્વામિત્રી નદીમાં વહીને વેડફાઈ રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત છે કે જો કેનાલના આ વધારાના પાણીને યોગ્ય ચેનલ બનાવીને વેમાલી તળાવમાં વાળવામાં આવે તો તળાવ જીવંત બની શકે અને સમગ્ર વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી શકે. તંત્રની ઘોર લાપરવાહીના કારણે કેનાલનું અમૂલ્ય પાણી નદીમાં વહી જાય છે અને આખો વિસ્તાર તીવ્ર જળસંકટનો સામનો કરી રહ્યો છે. વિજિલન્સ તપાસની માંગ જળસ્તર સાવ તળિયે બેસી જવાને કારણે આસપાસની રહેણાંક સોસાયટીઓ અને ફ્લેટ્સના બોર-વેલ સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. જેના કારણે લાખો રૂપિયાના ફ્લેટ ખરીદીને નિયમિત ઘરવેરો ભરતા રહીશોને પીવાના તેમજ વપરાશના પાણી માટે મોંઘાદાટ ટેન્કરો અને જગ ખરીદવા પડી રહ્યા છે. નવી પાણીની પાઈપલાઈન નાખવા માટે રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ 80/20 સ્કીમ હેઠળ સોસાયટી 10 વર્ષ જૂની હોવાનો નિયમ આગળ ધરી હાથ ઊંચા કરી દે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સમાં માત્ર કાગળ પર કામ બતાવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેથી આ સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ કમિટી રચી ન્યાય આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં ગંદકી-પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ:પાલિકાને 'શ્રેષ્ઠ નરકાગાર'નો પ્રતીકાત્મક એવોર્ડ આપ્યો; કેમ્પસમાં રામધૂનની રમઝટ; ચીફ ઓફિસર સાથે બોલાચાલી
    Next Article
    જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા 'આપ'ની માંગ:કલેક્ટરને આવેદન આપી ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment