Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં ગંદકી-પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ:પાલિકાને 'શ્રેષ્ઠ નરકાગાર'નો પ્રતીકાત્મક એવોર્ડ આપ્યો; કેમ્પસમાં રામધૂનની રમઝટ; ચીફ ઓફિસર સાથે બોલાચાલી

    14 hours ago

    પાટણના રાધનપુરમાં પાયાની સુવિધાઓના અભાવ અને ગંદકીના સામ્રાજ્ય સામે કોંગ્રેસ કાર્યકરો તથા સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ કર્યો છે. શહેરની વણસેલી સ્થિતિ માટે ચીફ ઓફિસરને પ્રતીકાત્મક 'સર્વશ્રેષ્ઠ એવોર્ડ' આપી સદબુદ્ધિ માટે રામધૂન યોજાઈ હતી. વિરોધ દરમિયાન ચીફ ઓફિસર અને અરજદારો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. બીજી તરફ અધિકારીએ ગટર યોજના ફેલ ગઈ હોવાનું અને 3 દિવસે પાણી અપાતું હોવાનું સ્વીકારી વિરોધને રાજકીય ગણાવ્યો હતો. શહેરમાં ગંદકી અને પાણીની વિકટ સમસ્યા રાધનપુરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં 3 થી 5 દિવસે માંડ એક વાર પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સિવાય ભૂગર્ભ ગટરો ઉભરાવાની અને તૂટેલા રસ્તાઓની સમસ્યાથી લોકો ભારે પરેશાન છે. સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ નગરપાલિકા પ્રમુખ શોભાના ગાંઠિયા સમાન છે અને રજૂઆત સમયે કાર્યાલયમાં ગેરહાજર રહે છે. પાલિકા કેમ્પસમાં રામધૂન અને એવોર્ડ વિતરણ સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે પાલિકા પરિસરમાં રામધૂન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસરને પ્રતીકાત્મક 'સર્વશ્રેષ્ઠ એવોર્ડ' આપવા જતાં અધિકારી અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચીફ ઓફિસરનો બચાવ અને સ્વીકારોક્તિ ચીફ ઓફિસરે કોંગ્રેસ પર ખોટો વિરોધ કરવાનો આક્ષેપ મૂકતાં જણાવ્યું કે શહેરમાં વિકાસકામો પ્રગતિ હેઠળ છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે ભૂગર્ભ ગટરનો ફેઝ 1 ફેલ ગયો છે અને 3 દિવસે પાણી અપાય છે.
    Click here to Read More
    Previous Article
    ફેસબુક મારફત ખોટી જાહેરાત આપી આચરી છેતરપિંડી:CRPFના નિવૃત આસીસ્ટંટ કમાન્ડન્ટની ખોટી ઓળખ આપી સસ્તામાં ફર્નિચર વેચવાનું કહી રૂ.12,000 પડાવ્યા, આરોપીની ધરપકડ
    Next Article
    વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પોલ ખુલી:વેમાલીમાં કરોડોના ખર્ચે બનેલું તળાવ ગંદકીથી ખદબદ્યું, રહીશો પીવાના પાણી માટે પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment