Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગણેશ મહોત્સવ પૂર્વે યુવાનોમાં ભારે ઉત્સાહ:આઝાદ ચોકમાં ઢોલ-નગારા સાથે શ્રીજીનું ભવ્ય આગમન; 'તરિયાવાળના રાજા' સહિત પ્રતિમાઓ પંડાલમાં વિરાજમાન

    8 hours ago

    વલસાડમાં આગામી ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભક્તો અને યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાના આગમન માટે આખરી તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. ગત રાત્રે આઝાદ ચોક ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા અદ્યતન આતશબાજી અને ઢોલ-નગારાના તાલ વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદ ચોકમાં ડીજી અને નાસિક ઢોલની રમઝટ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ગણેશ પ્રતિમાઓ આઝાદ ચોક ખાતે પહોંચી હતી. પ્રતિમાના આગમન ટાણે આતશબાજી, DJના તાલ અને નાસિક ઢોલના નાદથી આખો આઝાદ ચોક વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. 'તરિયાવાળના રાજા'ની ભવ્ય આગમન સવારી શહેરના પ્રખ્યાત 'તરિયાવાળના રાજા' સહિતના ગણેશ મંડળોની પ્રતિમાઓને ભવ્ય શોભાયાત્રા સાથે આઝાદ ચોક ખાતે લાવવામાં આવી હતી. યુવાનો અને ગણેશ ભક્તોએ નાચી-ગાઈને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તા દેવનું સ્વાગત કર્યું હતું. જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો શ્રીજીના ભવ્ય આગમનના દર્શન કરવા માટે આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પા મોરિયાના સતત જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પંડાલ અને આકર્ષક શણગારને આખરી ઓપ ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં મંડળો દ્વારા પંડાલ અને લાઇટિંગ શણગારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ મંડળો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    સ્વરા ભાસ્કરે રાણી પદ્માવતીને કાયર કહ્યાં?:'પદ્માવત'ના જૌહર સીન અંગે નિવેદનથી વિવાદ; યુઝર્સે ઝાટકણી કાઢતા એક્ટ્રેસનો ખુલાસો
    Next Article
    'આંખો સામે રાષ્ટ્રધ્વજ આવે એટલે કોઈ મુશ્કેલી મોટી નથી લાગતી':ભારતીય સેનામાં 18 વર્ષની સેવા બાદ નિવૃત્ત થઈ મેહબૂબ અલી ભાવનગર પરત ફર્યાં, પરિવારજનો-સમાજના આગેવાનોએ કર્યું સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment