Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના પીપળલગમાં બે સગા ભાઈના તળાવમાં ડૂબી જવાથી મોત:નાહવા ગયેલા બન્ને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થયા, તહેવાર ટાણે પરિવારમાં શોકનો માહોલ

    7 hours ago

    અમરેલીના પીપળલગ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. ગઈ કાલે સાંજે બે સગા ભાઈ તળાવમાં નાહવા ગયા હતા અને ડૂબી જતાં બન્નેનું મોત થયું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 12 વર્ષીય સંજય ભાસ્કર અને 10 વર્ષીય પ્રિન્સ ભાસ્કર ઘરે કોઈને કહ્યા વગર તળાવમાં નાહવા ગયા હતા. દરમિયાન તેઓ પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ઇમરજન્સી ટીમને બોલાવવામાં આવી હતી. 30 મિનિટની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કઢાયા ટીમે મોડી રાત્રે લગભગ 30 મિનિટની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. જે બાદ મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાને કારણે પરિવાર અને પીપળલગ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે છઠ્ઠના તહેવારના દિવસે બંને બાળકોની અંતિમક્રિયા કરાઈ હતી. ખંભાતમાં 3 સગી બહેનના તળાવમાં ડૂબી જવાથી મોત, અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું આણંદના ખંભાત તાલુકાના શકરપુર ગામે 30 ઓગસ્ટના રોજ ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારની 3 માસૂમ સગી બહેનોના કરુણ મોત નીપજ્યા હતા. શૌચક્રિયા અર્થે ગયેલી બાળકીઓ તળાવ કિનારે કાગળની હોડીઓ તરાવતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કાગળની હોડીઓ તરતી રહી ને માસૂમની જિંદગીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. એકસાથે ત્રણ દીકરીની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ સર્કિટ હાઉસ પહોંચ્યા:ગાંધીનગરમાં બંધબારણે ‘મહાબેઠક’, ગુપ્ત ચર્ચામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા અને મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલાર જોડાયા
    Next Article
    સચિનમાં બે દુકાનમાં ભીષણ આગ:વેસ્ટ ઓઇલના 2 ડ્રમ બ્લાસ્ટ થતાં પતરાં હવામાં ઊડ્યાં, 4 વાહનો બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment