Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ સર્કિટ હાઉસ પહોંચ્યા:ગાંધીનગરમાં બંધબારણે ‘મહાબેઠક’, ગુપ્ત ચર્ચામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા અને મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલાર જોડાયા

    6 hours ago

    ગાંધીનગરમાં આજે(2 ઓગસ્ટ) ભાજપની મહત્વની બેઠક પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ટાઉનહોલ ખાતે યોજાનારી બેઠક અગાઉ ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાજપના દિગ્ગજ નેતાઓની બંધબારણે ચર્ચા યોજાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ સર્કિટ હાઉસ પહોંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી આશિષ શેલાર પણ જોડાયા છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે બેઠકને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સંગઠનાત્મક રણનીતિ પર મંથન? આ બેઠકમાં આગામી દિવસોમાં ભાજપની સંગઠનાત્મક કામગીરી, પાર્ટીના કાર્યક્રમો તથા ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. જોકે બેઠકમાં કયા મુદ્દાઓ પર ચોક્કસ ચર્ચા થઈ તે અંગે સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી. રમતગમત અને ઈ-સ્પોર્ટ્સ મુદ્દે પણ ચર્ચાની શક્યતા સૂત્રો મુજબ, ગુજરાતમાં ખેલકૂદ અને ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રે યોજાનારા વિવિધ આયોજનો અંગે પણ ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને યુવાનો સાથે જોડાયેલા કાર્યક્રમો અને રમતગમત ક્ષેત્રની પ્રવૃત્તિઓને લઈને બેઠકમાં મંથન થવાની સંભાવના છે. બંધબારણે બેઠકથી રાજકીય વાતાવરણ ગરમાયું ટાઉનહોલ ખાતે ભાજપની બેઠક શરૂ થાય તે પહેલાં જ સર્કિટ હાઉસમાં નેતાઓની આ બંધબારણે બેઠકથી ગાંધીનગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. હવે ટાઉનહોલની બેઠકમાં કયા નિર્ણયો અને આગામી સંગઠનાત્મક દિશા અંગેના સંકેતો મળે છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકોનો અનોખો કૃષ્ણ જન્મોત્સવ:પ્રયાસ ફાઉન્ડેશનની દીકરીઓએ વાગ્યો રે ઢોલ પર પરફોર્મ કર્યુ, દીકરાઓએ કેડિયું પહેરી ગરબાની રમઝટ બોલાવી
    Next Article
    અમરેલીના પીપળલગમાં બે સગા ભાઈના તળાવમાં ડૂબી જવાથી મોત:નાહવા ગયેલા બન્ને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થયા, તહેવાર ટાણે પરિવારમાં શોકનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment