Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકોનો અનોખો કૃષ્ણ જન્મોત્સવ:પ્રયાસ ફાઉન્ડેશનની દીકરીઓએ વાગ્યો રે ઢોલ પર પરફોર્મ કર્યુ, દીકરાઓએ કેડિયું પહેરી ગરબાની રમઝટ બોલાવી

    6 hours ago

    રાજકોટમાં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા શહેરની સરકારી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 220 માંથી 50 મનોદિવ્યાંગ બાળકો અવનવા કોશ્ચ્યૂમ પહેરી આવ્યા હતા. જેમાં મનોદિવ્યાંગ દીકરીઓએ "વાગ્યો રે ઢોલ" તો દીકરાઓએ કેડિયું પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ મટકી ફોડ કાર્યક્રમમાં ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં મનોદિવ્યાંગો માટે કાર્યરત પ્રયાસ ફાઉન્ડેશનના સ્થાપક પૂજાબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા સેરેબલ પાલ્સી, ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ અને ઇન્ટેલેક્યુલ ડિસેબલ જેને આપણે પહેલા મંદ બુદ્ધિના બાળકો કહેતા હતા અને અત્યારે અમે તેમને મનો દિવ્યાંગ બાળકો કહીએ છીએ. દર વખતે અમે અલગ અલગ તહેવારોની આ બાળકો સાથે ઉજવણી કરીએ છીએ ત્યારે આ વખતે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમારી મમ્મીઓ કાન ગોપી બનીને આવી છે. બાળકો સાથે માતા રાધા બની છે. દીકરી હોય તો તેની મમ્મી યશોદા બની છે. આજે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું હશે કે દિવ્યાંગ બાળકો સાથે તેમની માતા રાસ રમી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહી છે. અમે તેમના માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો પણ રાખેલા છે. જેથી આ બાળકોનો કોશ્ચ્યૂમનો ખર્ચ પણ નીકળી શકે. દીકરીઓને ગરબો અને છોકરાઓએ રાસ તૈયાર કર્યો છે. અમારી સંસ્થામાં 220 જેટલા દિવ્યાંગ બાળકો છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં નગરપાલિકા આયોજિત લોકમેળાનો ભવ્ય પ્રારંભ:ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો; રિવરફ્રન્ટ પર પાંચ દિવસીય લોકમેળામાં જનમેદની ઉમટશે
    Next Article
    ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ સર્કિટ હાઉસ પહોંચ્યા:ગાંધીનગરમાં બંધબારણે ‘મહાબેઠક’, ગુપ્ત ચર્ચામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા અને મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલાર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment