Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિનમાં બે દુકાનમાં ભીષણ આગ:વેસ્ટ ઓઇલના 2 ડ્રમ બ્લાસ્ટ થતાં પતરાં હવામાં ઊડ્યાં, 4 વાહનો બળીને ખાખ

    7 hours ago

    સુરતના સચિન વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આજે સવારે એક ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો. બસેરા નગર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં સ્થિત બે દુકાનોમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ગેરેજ અને અન્ય એક દુકાનમાં સંગ્રહિત વેસ્ટ ઓઇલથી ભરેલા બે ડ્રમ આગની ચપેટમાં આવી જતાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દુકાનની છત પર લગાવેલા પતરાં હવામાં ઊછળીને દૂર જઈ પડ્યાં હતાં. પ્રચંડ અવાજથી આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ગભરાટ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. 4 વાહનો સહિતનો સામાન બળીને ખાખ આગ જોતજોતામાં એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે દુકાનની બહાર પાર્ક કરેલા વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. ઘટનાસ્થળે ઊભેલા ત્રણ આઇશર ટ્રક અને એક છોટા હાથી ટેમ્પો ક્ષણભરમાં બળીને રાખ થઈ ગયા હતા. વાહનોની સાથે દુકાનમાં રહેલો અન્ય કિંમતી સામાન પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. 7 ફાયર સ્ટેશનની 9 ગાડીઓ કામે લાગી ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના સાત અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી 9 ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આસપાસ આવેલા અન્ય ગોડાઉનો તરફ આગને વધતી અટકાવી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો. મોટી જાનહાનિ ટળી, તપાસ ચાલુ સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ માનવ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનામાં થયેલા કુલ નાણાકીય નુકસાન અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના પીપળલગમાં બે સગા ભાઈના તળાવમાં ડૂબી જવાથી મોત:નાહવા ગયેલા બન્ને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થયા, તહેવાર ટાણે પરિવારમાં શોકનો માહોલ
    Next Article
    Monsoon 2026 Forecast News | 20 સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાયના સંકેત ! | Gujarat Rain Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment