Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBS ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો:સુરત સ્મિમેર હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં ઘડિયાળ-વીંટીની અદાવતમાં ઇન્ટર્ન ડોક્ટર પર હુમલો, ગળું દબાવી કપાળમાં સ્ટીલનો ડબ્બો માર્યો, 6 ટાંકા આવ્યા

    7 hours ago

    સુરતની સ્મિમેર હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ઇન્ટર્નશીપ કરતા બે તબીબી વિદ્યાર્થીઓ વચ્ચે જૂની અદાવતમાં લોહિયાળ ધીંગાણું સર્જાયું છે. સોનાની વીંટી અને કાંડા ઘડિયાળના વિવાદમાં એક વિદ્યાર્થીએ સાથી ઇન્ટર્ન પર જીવલેણ હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને કપાળ પર સ્ટીલનો ડબ્બો મારી માથું ફોડી નાખ્યું હતું. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા કપાળે 6 જેટલા ટાંકા આવ્યા હતા. બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દોઢ વર્ષ પહેલાંની સોનાની વીંટી અને ઘડિયાળની તકરાર લોહિયાળ બની મહેસાણા જિલ્લાના વિસનગરના વતની અને હાલ સ્મિમેર હોસ્પિટલના 'બી' બ્લોક સ્ટાફ ક્વાર્ટરમાં રહી એમબીબીએસની ઇન્ટર્નશીપ કરતા 24 વર્ષીય ચૈતન્ય કિર્તીકુમાર જોષીએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, દોઢેક વર્ષ પહેલાં સાથે રહેતા ધ્વનીલ દિપકભાઈ પટેલે તેમની સોનાની વીંટી લઈ લીધી હોવાની શંકા હતી. વારંવાર પૂછપરછ છતાં સંતોષકારક જવાબ ન મળતાં, ચૈતન્યએ 6 મહિના પહેલાં ધ્વનીલની કાંડા ઘડિયાળ લઈ લીધી હતી અને કહ્યું હતું કે મારી વીંટી આપીશ ત્યારે હું તારી ઘડિયાળ પાછી આપીશ. પાર્કિંગમાં કોલર પકડી નીચે પટક્યો, રૂમમાં જઈ ગળું દબાવ્યું ગત 5મી નવેમ્બરની મોડી રાત્રે આશરે એક વાગ્યે ચૈતન્ય તેના મિત્ર ક્રિષ્ણરાજ સાથે બહાર જમીને હોસ્ટેલ પરત ફર્યો હતો. તે રૂમ તરફ દાદર ચઢી રહ્યો હતો ત્યારે પાર્કિંગમાં ઊભેલા ધ્વનીલે પાછળથી આવી ચૈતન્યનો કોલર પકડી લીધો હતો અને મારી ઘડિયાળ ક્યાં છે? કહી ગડદાપાટુનો માર મારી ધક્કો મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ડરી ગયેલા ચૈતન્યએ રૂમમાંથી ઘડિયાળ પાછી આપવાનું કહ્યું હતું. વોટર બોટલ ફેંકી, કપાળ પર સ્ટીલનો ડબ્બો ફટકારી દીધો ધ્વનીલ ચૈતન્યની પાછળ પાછળ રૂમમાં ગયો હતો અને દિવાલ સાથે બે વખત તેનું માથું અથડાવ્યું હતું. રૂમમાં ચૈતન્યએ ઘડિયાળ પરત આપી છતાં ધ્વનીલે તેના પર સ્ટીલની પાણીની બોટલ ફેંકી હતી, જોકે ચૈતન્ય ખસી જતાં તે બચી ગયો હતો. ત્યાર બાદ ઉશ્કેરાયેલા ધ્વનીલે ચૈતન્યનું ટી-શર્ટ ફાડી નાખી, તેને બેડ પર પટકી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને રૂમમાં પડેલો સ્ટીલનો ડબ્બો જોરથી ચૈતન્યના કપાળ પર ફટકારી દીધો હતો. કપાળમાંથી લોહી વહેતાં આરોપી ફરાર, ઇજાગ્રસ્તને 6 ટાંકા આવ્યા કપાળમાંથી ધસમસતું લોહી નીકળતાં ચૈતન્યએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આરોપી ધ્વનીલ પટેલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવ બાદ સાથી મિત્રો ચૈતન્યને તાત્કાલિક સારવાર અર્થે કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી કપાળના ભાગે 6 જેટલા ટાંકા લીધા હતા. પરિવાર સુરત પહોંચ્યો અને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બનાવ અંગે ચૈતન્યએ વિસનગર રહેતા માતા-પિતાને જાણ કરતાં તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. પરિવારે કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય લેતાં, વરાછા પોલીસે આરોપી ધ્વનીલ દિપકભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જાયન્ટ્સ મોડાસાએ સફાઈ કર્મચારીઓને મીઠાઈ આપી:વોર્ડ 2 અને 4ના કર્મચારીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી, હોદ્દેદારોએ તેમની સેવાઓને બિરદાવી
    Next Article
    'Trying To Obtain Nuclear Weapons': Israel Says 'Iran Mission' Not Complete

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment