Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના રૂનીમાં ઉડાન વિદ્યાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો:બાળકોએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી કૃષ્ણલીલા અને રાસ-ગરબા રજૂ કર્યા

    1 day ago

    પાટણ શહેરના રૂનીમાં આવેલી ઉડાન વિદ્યાલયમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થઈ. આ પ્રસંગે વિદ્યાલયના નાના બાળકોએ શ્રીકૃષ્ણ, રાધા અને ગોપ-ગોપીઓના વેશ ધારણ કરી સૌને આકર્ષિત કર્યા. કાર્યક્રમ દરમિયાન બાળકોએ કૃષ્ણલીલા, રાસ-ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. બાળકોએ રજૂ કરેલી “જળ કમળ ની ઝાંખી” ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મહત્વ વિશે સમજાવવાનો હતો. આ ઉપરાંત, બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તે પણ આયોજન પાછળનો ઉદ્દેશ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉડાન વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સેવિકા બહેનોએ સખત મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહી 7.18 લાખની ઠગાઈ:ખોટા દસ્તાવેજ, પઝેશન લેટર, AMCનો લેટર બતાવી વિશ્વાસ કેળવી વાસણાની યુવતી પાસેથી રુપિયા પડાવ્યા
    Next Article
    BOIના નામે કાપડ વેપારીને બોગસ KYC ફાઈલ મોકલી ખાતું સાફ:કોલાબા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 30.50 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment