Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહી 7.18 લાખની ઠગાઈ:ખોટા દસ્તાવેજ, પઝેશન લેટર, AMCનો લેટર બતાવી વિશ્વાસ કેળવી વાસણાની યુવતી પાસેથી રુપિયા પડાવ્યા

    1 day ago

    અમદાવાદના વાસણામાં રહેતી યુવતી અને તેના પરિચિત વ્યક્તિઓ પાસેથી ગઠિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને લાખોની ઠગાઈ કરી છે. ગઠિયાએ ખોટા દસ્તાવેજ, પઝેશન લેટર અને AMCના ખોટા લેટર બતાવી લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ બહાના હેઠળ કુલ 7.18 લાખ પડાવ્યા હતા. જે મામલે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'બાબુ'એ મકાન અપાવવાના બહાને 7.18 લાખ પડાવ્યા વાસણામાં રહેતી 30 વર્ષીય રેખા ડાભીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના એક સંબંધીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવવા નોંધણી કરાવી છે. તમારે કરાવવી હોય તો જણાવજો કહેતા રેખાએ મકાન લેવાનું કહેતા સબંધી મારફતે મહેબૂબ શેખ ઉર્ફે બાબુ સાથે સંપર્ક થયો હતો. બાબુએ ઝડપથી મકાન અપાવવાનું કહીને એડવાન્સમાં 1.50 લાખ પડાવ્યા હતા. બાદમાં અલગ અલગ બહાના હેઠળ બીજા 50 હજાર પડાવ્યા હતા. બાબુએ રેખા, રેખાની બહેન અને અન્ય પરિચિત પાસેથી મકાન અપાવવાના બહાને 7.18 લાખ રૂપિયા લીધા હતા. નકલી લેટરો આપીને ઠગાઈ કરી, ફરિયાદ નોંધાઈ બાબુએ વિશ્વાસ અપાવવા ખોટો દસ્તાવેજ, પઝેશન લેટર,અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના નામવાળા ખોટા લેટરપેડ અને બેંકની પહોંચ બતાવી વિશ્વાસ અપાવ્યો હતો. જોકે લાંબા સમય સુધી પૈસા લીધા બાદ મકાન ન આપતા રેખાને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જે અંગે રેખાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પરની ટક્કરે બાઇક સવાર દંપતીનું મોત:બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, નાના દહીસરાના પાટિયા પાસે અકસ્માત
    Next Article
    પાટણના રૂનીમાં ઉડાન વિદ્યાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો:બાળકોએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી કૃષ્ણલીલા અને રાસ-ગરબા રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment