Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પરની ટક્કરે બાઇક સવાર દંપતીનું મોત:બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, નાના દહીસરાના પાટિયા પાસે અકસ્માત

    2 days ago

    માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટિયા પાસે એક અકસ્માત થયો હતો. ડમ્પરના ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેથી બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. મોરબીના નવલખી રોડ પર આવેલા રિદ્ધિ પાર્કમાં રહેતા રહીમ ઈશા ચિચોદરા અને તેમના પત્ની મેરુનબેન બાઇક પર મોરબીથી દરગાહે ગયા હતા. ત્યાંથી તેઓ મોરબી પરત ફરી રહ્યા હતા. પીપળીયા ચોકડીથી નાના દહીસરા ગામની વચ્ચે કોલસા ભરેલા ડમ્પરના ચાલકે રહીમભાઈના બાઇકને હડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ બંનેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મૃતક રહીમના ભાઈ અબ્બાસ ચિચોદરાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે બે સંતાનોએ તેમના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુશાંતની મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસ CBI કરશે:હાઈકોર્ટનો આદેશ; 2020માં એક્ટરના મોતના 6 દિવસ પહેલાં 14મા માળેથી પડી હતી
    Next Article
    પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહી 7.18 લાખની ઠગાઈ:ખોટા દસ્તાવેજ, પઝેશન લેટર, AMCનો લેટર બતાવી વિશ્વાસ કેળવી વાસણાની યુવતી પાસેથી રુપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment