Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BOIના નામે કાપડ વેપારીને બોગસ KYC ફાઈલ મોકલી ખાતું સાફ:કોલાબા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 30.50 લાખ પડાવ્યા

    1 day ago

    સુરત શહેરમાં સાયબર ગઠિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. અડાજણ વિસ્તારમાં રહેતા એક રહીશને નકલી પોલીસ અને એજન્સીઓનો ડર બતાવી 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી 30,50,000 પડાવી લેવાયા હતા. જ્યારે અન્ય એક કિસ્સામાં પુણાગામના કાપડ વેપારીને બેંક ઓફ ઈન્ડિયાના નામે વોટ્સએપ ગ્રુપમાં જોડી બોગસ એપીકે ફાઈલ મોકલી 6,31,414.68 ની ઠગાઈ આચરવામાં આવી છે. આમ, બંને બનાવોમાં સાયબર માફિયાઓએ સુરતીઓ પાસેથી કુલ 36.81 લાખથી વધુની મતા ખંખેરી લેતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુના દાખલ થયા છે. 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 30.50 લાખ પડાવ્યા અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત સેટેલાઇટ રો હાઉસના રહીશ પર 22 ઓગસ્ટ 2026ના રોજ ફોન આવ્યો હતો. ફોન કરનારે ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયાના મોહમ્મદ જીશાન અહમદ અને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સંદીપ રોય તરીકે ખોટી ઓળખ આપી હતી. આરોપીઓએ જણાવ્યું કે કેનેરા બેંકમાં તેમના નામે બોગસ ખાતું ખોલાવી ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગના મોટા વ્યવહારો થયા છે. મુંબઈ પોલીસ, ED, RBI અને સુપ્રીમ કોર્ટના બોગસ લેટર્સ મોકલી ધરપકડનો ડર બતાવ્યો હતો. આરોપીઓએ 22 થી 27 ઓગસ્ટ સુધી ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ રાખી RTGS મારફતે 30,50,000/- બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. કાપડ વેપારીને બોગસ KYC ફાઈલ મોકલી ખાતું સાફ કર્યું બીજા કિસ્સામાં ગોડાદરા ડીંડોલી ફાટા પાસે સાંઈધામ સોસાયટીમાં રહેતા અને અવધ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી રૂપેશકુમાર વિજય શાહને શિકાર બનાવવામાં આવ્યા હતા. ગઠિયાઓએ તેમને 'Bank of India' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જ્યાં કિશોરી શર્મા નામના શખ્સે બેંક કેવાયસી અપડેટનો બોગસ પત્ર અને 'BOI KYC UPADET APK (1).apk' નામની ફાઈલ મોકલી હતી. વેપારીએ આ ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ઓટીપી મેળવી લઈ ICICI બેંક ખાતામાંથી 8 ટ્રાન્ઝેક્શન દ્વારા ટુકડે-ટુકડે 6,31,414.68 સેરવી લીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો બંને બનાવોમાં ભોગ બનનારાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી વિધિવત ફરિયાદો નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુના દાખલ કર્યા છે. અડાજણના ડિજિટલ અરેસ્ટ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. ગામેતી તેમજ વેપારી સાથે થયેલી ઠગાઈ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મંડોરાએ તપાસ હાથ ધરી આરોપીઓ અને તેમણે ઉપયોગમાં લીધેલા બેંક ખાતાઓ તેમજ મોબાઈલ નંબરોનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના રૂનીમાં ઉડાન વિદ્યાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો:બાળકોએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી કૃષ્ણલીલા અને રાસ-ગરબા રજૂ કર્યા
    Next Article
    હિંમતનગરમાં મહારાજા હિંમતસિંહજીની 127મી જન્મજયંતી ઉજવાઈ:ન્યાય મંદિર પાસે પ્રતિમાને પાલિકા પ્રમુખે ફૂલહાર કર્યા; શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહારાજાનું યોગદાન યાદ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment