Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેકચોક ખાણીપીણીની આસપાસ રોડ ઉપરથી રાત્રિના દબાણો દૂર:લારીઓ અને સ્ટેન્ડો હટાવાયા, કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી

    12 hours ago

    અમદાવાદની ઓળખ અને જાણીતા ખાણીપીણી બજાર માણેકચોક વિસ્તારમાં AMCએ રાત્રિના સમયે થતાં દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરી હતી. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે માણેકચોક તરફ જવાના રોડ ઉપર રાત્રિના સમયે નાની મોટી લારીઓ અને સ્ટેન્ડો લઈને ઊભા રહી કરવામાં આવતા દબાણો દૂર કર્યા હતા. માણેકચોકના સાંકડા રોડ પર ઉભા રહેનારા આવા લોકો વિરુદ્ધ એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરીને રોડ પર ટ્રાફિક અવરજવર રહે તે પ્રકારે કાર્યવાહી કરાશે. પાનકોર નાકાથી માણેકચોકના રોડ ઉપરથી દબાણો હટાવ્યા શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. સાંકડા અને નાના રોડ ઉપર લોકો દબાણ કરતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. માણેકચોક વિસ્તારમાં ખાણીપીણી બજાર તરફ જવાના રોડ ઉપર કેટલાક લોકો દ્વારા નાના સ્ટોલ લગાવી અને દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની બે ટીમે રાત્રે પાનકોર નાકાથી શરૂઆત કરી અને માણેકચોક તરફ જવાના રોડ ઉપરથી કટલેરી સામાન અને અન્ય લારીઓ રોડ ઉપર ઉભી રહેતી હતી, તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રિ કરતાં દિવસ દરમિયાન વધારે ટ્રાફિક થાય છે જોકે સ્થાનિક સૂત્રો મુજબ રાત્રિના સમયે દબાણ દૂર કરવાની કાર્યવાહી ખૂબ સારી છે, પરંતુ દિવસ દરમિયાન પણ પાનકોરનાકાથી માણેકચોક તરફ જવાના રોડ ઉપર કેટલાક લારીઓ વાળા અને બહારના ભાગે વધારાની જગ્યા પર સામાન મૂકીને લોકો વેચાણ કરતા હોય છે. ત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી દિવસ દરમિયાન પણ જો આ દબાણની ગાડીઓ દ્વારા રસ્તો ખુલ્લો કરાવવામાં આવે તો માણેકચોકમાં લોકો સરળતાથી અવર-જવર કરી શકે છે. રાત્રિ કરતાં દિવસ દરમિયાન વધારે ટ્રાફિક થાય છે ત્યારે દિવસે પણ એસ્ટેટ વિભાગની ગાડીઓ દ્વારા જો દબાણ દૂર કરાય તો ટ્રાફિકમાં વેપારીઓ અને ગ્રાહકોને અવરજવરમાં વધુ સરળતા રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસી સુરક્ષા માટે મોકડ્રિલ:કલેક્ટર અને SDRFની હાજરીમાં બોટિંગ દુર્ઘટના રેસ્ક્યુ; સંભવિત અકસ્માત સામે તંત્ર સજ્જ: લાઇફ જેકેટ ફરજિયાત
    Next Article
    મની એક્સચેન્જ કંપની સાથે 40 લાખની ફોરેન કરન્સીની ઠગાઈ:કોર્પોરેટ કંપનીના કર્મચારીઓના બનાવટી KYC અને ખોટા ઇન્વૉઇસ રજૂ કરી વડોદરાના સેલ્સ મેનેજરે લાખોની ઉચાપત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment