Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મની એક્સચેન્જ કંપની સાથે 40 લાખની ફોરેન કરન્સીની ઠગાઈ:કોર્પોરેટ કંપનીના કર્મચારીઓના બનાવટી KYC અને ખોટા ઇન્વૉઇસ રજૂ કરી વડોદરાના સેલ્સ મેનેજરે લાખોની ઉચાપત કરી

    11 hours ago

    નવરંગપુરામાં મની એક્સચેન્જની કંપનીના સેલ્સ મેનેજરે ગેરરીતિ આચરી કંપનીને 40 લાખનો ચૂનો લગાવ્યો હતો. આરોપીએ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી ન કરતા હોય તેવા બોગસ કર્મચારીઓના નામ અને બનાવટી KYC દસ્તાવેજો રજૂ કરી તેમને વિદેશ જવાનું હોવાનું જણાવી 40 લાખની વિદેશી કરન્સી મેળવી લીધી હતી. કંપનીને જાણ થતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દેવેન્દસિંહ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે જોડાયા હતા બોપલમાં રહેતા પરાગ ભટ્ટે ફરિયાદ નોંધાવી છે કે તેઓ નવરંગપુરાની એબિક્ષકેસ વર્લ્ડ લિમિટેડ કંપનીમાં ક્લસ્ટર હેડ તરીકે કામ કરે છે. તેમની કંપની મની એક્સચેન્જનું કામ કરે છે. આ કંપનીમાં વડોદરામાં રહેતા દેવેન્દ્રસિંહ ગોહિલ જૂન 2025માં સેલ્સ મેનેજર તરીકે જોડાયા હતા. દેવેન્દસિંહની મુખ્ય કામગીરી નવી કોર્પોરેટ કંપનીઓને જોડીને બિઝનેસ વધારવાની હતી. તેમણે કંપનીના સિસ્ટમમાં અલાઈટ પ્રોજેક્ટ્સ, ચિકચેમ મેડિકલ, વાઈકિંગ ઈન્ડસ્ટ્રીઝ અને ફાર્મસન ડ્રગ્સ સહિતની 8 કોર્પોરેટ કંપનીઓ એડ કરાવીને તેમના કોડ જનરેટ કરાવ્યા હતા. બોગસ દસ્તાવેજથી 40 લાખની ફોરેન કરન્સી મેળવી લીધી ઓક્ટોબર 2025થી ફેબ્રુઆરી 2026ના સમયગાળા દરમિયાન દેવેન્દ્રસિંહે આ કંપનીઓના કર્મચારીઓને વિદેશ પ્રવાસ અર્થે ડોલરની જરૂર હોવાનું જણાવી આશુતોષ પાંડે, નરેશ વાધવાની, અમર બોડે અને અંકુર શાહ જેવા વ્યક્તિઓના પાસપોર્ટ તથા KYC ઈમેઈલ મારફતે મોકલ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે ₹ 9,79,190, ₹6,68,670, ₹12,02,290 અને ₹11,58,791ના કુલ 16 ઈન્વોઈસ પ્રોસેસ કરાવી 40 લાખની ફોરેન કરન્સી મેળવી લીધી હતી. જે તે કંપનીમાં તપાસ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો ઈસ્યુ કરાયેલી વિદેશી કરન્સીનું પેમેન્ટ લાંબા સમય સુધી કંપનીના ખાતામાં જમા ન થતા કંપનીના અધિકારીઓ જોબી આઈઝેક, વિસાલકુમાર, પ્રહલાદ પરમાર અને સુરેશ રાવલે રૂબરૂ જઈને સંબંધિત કોર્પોરેટ કંપનીઓના ડિરેક્ટર્સ અને એકાઉન્ટ હેડનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, આ કોર્પોરેટ કંપનીના કર્મચારી વિદેશ ગયા નથી અને કોઈ ઈન્વોઈસ કે કરન્સી કંપની દ્વારા મંગાવવામાં આવી નથી. મની એક્સચેન્જ કંપનીને દેવેન્દ્રસિંહને પૂછતા કોઈ જવાબ મળ્યો ન હતો. દેવેન્દ્રસિંહે કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી કુલ 40,08,941 રૂપિયાની વિદેશી કરન્સી મેળવી લઈ અંગત ફાયદા માટે વાપરી નાખવા બદલ નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માણેકચોક ખાણીપીણીની આસપાસ રોડ ઉપરથી રાત્રિના દબાણો દૂર:લારીઓ અને સ્ટેન્ડો હટાવાયા, કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી
    Next Article
    India Sends 5th Relief Shipment To Nepal Amid Massive Rescue Effort

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment