Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસી સુરક્ષા માટે મોકડ્રિલ:કલેક્ટર અને SDRFની હાજરીમાં બોટિંગ દુર્ઘટના રેસ્ક્યુ; સંભવિત અકસ્માત સામે તંત્ર સજ્જ: લાઇફ જેકેટ ફરજિયાત

    12 hours ago

    ડાંગ જિલ્લા કલેક્ટર અને સાપુતારા ચીફ ઓફિસરની હાજરીમાં સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષા માટે એક વિશેષ મોકડ્રિલ યોજાઈ હતી. આ કવાયતનો મુખ્ય હેતુ બોટિંગ દરમિયાન પ્રવાસી પાણીમાં પડી જાય કે મોટી બોટ દુર્ઘટના થાય ત્યારે ઝડપી બચાવ કામગીરી કરવાનો હતો. આ મોકડ્રિલ દ્વારા સમગ્ર બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન રજૂ કરી તંત્રની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. સર્પગંગા તળાવમાં બચાવ કામગીરીનું પ્રદર્શન દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં થતી સંભવિત દુર્ઘટનાઓ સામે તંત્રની સજ્જતા ચકાસવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન એક પ્રવાસી બોટમાંથી પાણીમાં પડી જાય તેવી કૃત્રિમ સ્થિતિ ઊભી કરાઈ હતી. બચાવ ટીમે વિવિધ ટેકનિક અને અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને ડૂબતા વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. બોટિંગ સ્ટાફને SDRF દ્વારા ખાસ તાલીમ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ અને SDRF ટીમે સાપુતારાના બોટિંગ સ્ટાફને ખાસ તાલીમ આપી હતી. આ તાલીમમાં પ્રવાસીઓની સુરક્ષા માટે રાખવાની સાવચેતીઓ અને અકસ્માત સમયે લેવાતાં પ્રથમ પગલાં સમજાવાયાં હતાં. આ ઉપરાંત પાણીમાં પડેલી વ્યક્તિ સુધી ઝડપથી પહોંચી તેને સુરક્ષિત કિનારે લાવવાની પદ્ધતિઓ પણ શિખવાડાઈ હતી. વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને તાલમેલ મોટી બોટ દુર્ઘટના સમયે ઘણા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય ત્યારે વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલન જળવાય તે અંગે પણ મોકડ્રિલ યોજાઈ હતી. આ સમગ્ર કવાયતનો મુખ્ય આશય તળાવમાં થતી અકસ્માતની ઘટનાઓમાં જાનહાનિ અટકાવવાનો હતો. આ કવાયતથી ઇમરજન્સી સ્થિતિમાં તંત્રની કામગીરી વધુ મજબૂત બનશે. તમામ જવાબદાર અધિકારીઓની સક્રિય હાજરી આ મોકડ્રિલમાં સાપુતારાના ચીફ ઓફિસર, DPO ડિઝાસ્ટર, મામલતદાર ડિઝાસ્ટર અને સાપુતારા પોલીસ ઈન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. સાથે જ મેડિકલ ઓફિસર, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, DGVCL ટીમ, ફાયર ટીમ, SDRF જવાનો અને બોટિંગ સ્ટાફ પણ જોડાયા હતા. પ્રવાસીઓને સુરક્ષા નિયમો પાળવા અપીલ આ મોકડ્રિલ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્રની પૂર્ણ સજ્જતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પ્રવાસીઓને બોટિંગ કરતી વખતે તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવા વિનંતી કરાઈ હતી. બોટિંગ કરતી વખતે દરેક પ્રવાસીએ લાઇફ જેકેટ પહેરવું અને સ્ટાફની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર વૃદ્ધા નેપાળ પ્રવાસે ગયાને અડાલજની જમીનનો સોદો થઈ ગયો:કરોડોની જમીન હડપવાનું ભાણીના પતિનું ષડયંત્ર, ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
    Next Article
    માણેકચોક ખાણીપીણીની આસપાસ રોડ ઉપરથી રાત્રિના દબાણો દૂર:લારીઓ અને સ્ટેન્ડો હટાવાયા, કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment