Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદાર વૃદ્ધા નેપાળ પ્રવાસે ગયાને અડાલજની જમીનનો સોદો થઈ ગયો:કરોડોની જમીન હડપવાનું ભાણીના પતિનું ષડયંત્ર, ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

    12 hours ago

    ગાંધીનગરના અડાલજ ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી વડિલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે ભાણીના પતિએ જ પોતાની માસી સાસુ સાથે મોટું છળકપટ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંજાર ખાતે રહેતા 78 વર્ષીય વૃદ્ધા નેપાળના પ્રવાસે ગયાની તકની લાભ ઉઠાવી માત્ર 51 લાખમાં કરોડોની જમીનનો સોદો કરી બોગસ અને બનાવટી વેચાણ કરાર ઉભો કરી જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકે મુખ્ય સૂત્રધાર હિતેષ પટેલ અને તેના ત્રણ સાગરીતો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ ભત્રીજાએ જમીનનો કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો મૂળ અડાલજના અને હાલ અંજાર ખાતે નિવૃત્ત જીવન ગાળતા 78 વર્ષીય ભગવતીબેન આદરભાઈ પટેલની અડાલજ ગામની સીમમાં સર્વે નંબર 1084 (ક્ષેત્રફળ 3-87 ચો.મી.) તથા સર્વે નંબર 1410 (ક્ષેત્રફળ 0-16-71 ચો.મી.) વાળી વડિલોપાર્જિત જમીન આવેલી છે. આ જમીનમાં વર્ષ 2011માં તેમના ભત્રીજાએ છેતરપિંડી કરી ભગવતીબેનનું નામ કમી કરાવી નાખ્યું હતું. જે અંગે ભગવતીબેને પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરતાં વર્ષ 2017માં પ્રાંત અધિકારીએ ભગવતીબેનનું નામ ફરી જમીનમાં દાખલ કરવાનો હુકમ કર્યો હતો. ભાણીના પતિ પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો એ સમયે કેસની તમામ દેખરેખ ભગવતીબેનની ભાણીના પતિ હિતેષ બાલુભાઈ પટેલ (રહે. પ્રાંતિયા) રાખતો હતો. ભગવતીબેને હિતેશ પર અંધ વિશ્વાસ રાખી તે જ્યાં કહે ત્યાં વાંચ્યા વગર સહીઓ કરી આપી હતી. આ દરમિયાન ફેબ્રુઆરી 2024માં ભગવતીબેનને ગાંધીનગર કોર્ટના એડવોકેટ મારફતે એક નોટિસ મળી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જમીન 1 એપ્રિલ 2010ના રોજ રૂ. 51 લાખમાં વેચાણ આપવાનું નક્કી કરી રૂ. 40 લાખ રોકડા મેળવીને નોટરાઈઝ વેચાણ કરાર કરી આપેલ છે. નેપાળ પ્રવાસે ગયા અને અડાલજની જમીનનો સોદો થઈ ગયો આ નોટિસ જોઈ ભગવતીબેન દંગ રહી ગયા હતા કારણ કે તેમણે ક્યારેય આવી કોઈ જમીન વેચી નહોતી. વધુમાં જે તારીખે આ વેચાણ કરાર નોટરાઈઝ થયો હોવાનું દર્શાવાયું હતું, તે 26 માર્ચ 2010થી 6 એપ્રિલ 2010 દરમિયાન ભગવતીબેન તેના પતિ સાથે દિવ્યન યાત્રા સંધ-કચ્છ મારફતે નેપાળ પ્રવાસે હતા. ત્યારબાદ એપ્રિલ 2024માં હિતેષ પટેલે ગાંધીનગર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતાં ભગવતીબેને કોર્ટમાંથી વેચાણ કરારની નકલ મેળવી હતી. વેચાણ કરારમાં વૃદ્ધા બોગસ સહીઓ હતી આ દસ્તાવેજ તપાસતાં તેમાં વિશાલ ગુણવંતભાઈ પટેલ (1.5% હિસ્સો) અને હિતેષ બાલુભાઈ પટેલ (98.5% હિસ્સો) ખરીદનાર તરીકે દર્શાવ્યા હતા. વેચાણ કરારના પાને-પાને ભગવતીબેનની મળતી-ભળતી બોગસ સહીઓ હતી અને સ્ટેમ્પ પેપર પર ખરીદનારનું સરનામું પણ ખોટું લખાયેલું હતું. આ ઉપરાંત ડિસેમ્બર 2015માં વધુ રૂ.5 લાખ રોકડા મળ્યા હોવાની એક બોગસ પાવતી પણ ઉભી કરવામાં આવી હતી. ભાણીના પતિ હિતેષ સહિત 4 સામે ગુનો નોંધાયો જેના પગલે ભગવતીબેને પોતાના નેપાળ પ્રવાસના ફોટા, વીડિયો અને તમામ પુરાવાઓ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાની કચેરીની તપાસ બાદ અડાલજ પોલીસે મુખ્ય આરોપી હિતેષ બાલુભાઈ પટેલ (રહે. પ્રાંતિયા), સાક્ષી તરીકે સહીઓ કરનાર સંજય આર. ભરવાડ, સુરેશ એ. પટેલ અને લાલાભાઈ રમુભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચીનથી સુરતમાં ઠલવાતા ઝેરી પ્લાસ્ટિક સામે તંત્ર લાલઘૂમ:પોર્ટથી ગૃહ ઉદ્યોગો સુધી ફેલાયેલી ગેરકાયદે સપ્લાય ચેઈન તોડવા કવાયત, કસ્ટમ્સ અને પોર્ટ ઓથોરિટી સાથે મનપાનું સંકલન
    Next Article
    સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસી સુરક્ષા માટે મોકડ્રિલ:કલેક્ટર અને SDRFની હાજરીમાં બોટિંગ દુર્ઘટના રેસ્ક્યુ; સંભવિત અકસ્માત સામે તંત્ર સજ્જ: લાઇફ જેકેટ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment