Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીનથી સુરતમાં ઠલવાતા ઝેરી પ્લાસ્ટિક સામે તંત્ર લાલઘૂમ:પોર્ટથી ગૃહ ઉદ્યોગો સુધી ફેલાયેલી ગેરકાયદે સપ્લાય ચેઈન તોડવા કવાયત, કસ્ટમ્સ અને પોર્ટ ઓથોરિટી સાથે મનપાનું સંકલન

    12 hours ago

    સુરત શહેરમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટનો ગંભીર મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકા માટે માથાના દુખાવા સમાન બની ચૂકેલા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકને શહેરમાં ઘૂસતું અટકાવવા અને તેની સંપૂર્ણ સપ્લાય ચેઇન તોડી પાડવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. વિદેશથી, ખાસ કરીને ચીનથી આયાત થતો માલ બંદરો મારફતે શહેરમાં પહોંચ્યા બાદ સ્થાનિક વેપારીઓ દ્વારા વહેંચવામાં આવતો હોવાથી પાલિકા તંત્રે હવે કસ્ટમ્સ વિભાગ તેમજ પોર્ટ ઓથોરિટી સાથે સંકલન સાધીને કાર્યવાહી તેજ બનાવી છે. એકત્ર થતા પ્લાસ્ટિકમાં 50 માઈક્રોનથી ઓછી ગુણવત્તાનો જથ્થો શહેરમાંથી એકત્ર થતાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેસ્ટમાં 50 માઈક્રોનથી પણ ઓછી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો મોટો જથ્થો સામે આવ્યો છે. આ હકીકત સામે આવતા જ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેઈન પર પોતાની નજર કેન્દ્રિત કરી છે. શહેરના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા અને સીમાડા સહિતના ટેક્સટાઈલ તથા હીરા સાથે સંકળાયેલા વિસ્તારોમાં હોટ ફિક્સના ગૃહ ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જ્યાં આ પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે. ચીનથી આયાત બાદ સુરતના ઉદ્યોગોમાં વપરાશ ચીનથી આયાત કરાતો આ વિવિધ પ્રકારનો માલ સુરતના વેપારીઓ સુધી પહોંચ્યા બાદ ગૃહ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. શહેરમાં રોજબરોજ અસંખ્ય ટન પ્લાસ્ટિકનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. કાપડ પર ડિઝાઈન માટે ચોંટાડવામાં આવતી ચીજવસ્તુઓ અને અન્ય પ્રક્રિયા બાદ મોટા પ્રમાણમાં વેસ્ટ પ્લાસ્ટિક પેદા થાય છે. આ કચરાના નિકાલ અને સંગ્રહને લઈ ગંભીર પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે. કસ્ટમ્સ, પોર્ટ ઓથોરિટીને સંકલનમાં રાખી મનપાની કાર્યવાહી પાલિકાનું માનવું છે કે, માત્ર સ્થાનિક વપરાશકર્તાઓ કે કચરો પેદા કરનારા વેસ્ટ જનરેટર્સ સામે કાર્યવાહી કરવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય નથી. તેથી તંત્રે પોર્ટ પર આવતા માલની વિગતો, કસ્ટમ્સ ક્લિયરન્સ અને શહેર સુધી પહોંચતી સપ્લાય કડીઓની તપાસ કરવા પોર્ટ અને કસ્ટમ્સ વિભાગ સાથે હાથ મિલાવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં પ્રવેશે તે પહેલાં જ સીમા પર અટકાવી શકાય તે દિશામાં નક્કર પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ‘મેડિકલમાં એડમિશન પાક્કું’ કહી 55 લાખ પડાવ્યા:મેડિકલમાં એડમિશન અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી, દિલ્હીના 2 સહિત 5 સામે ફરિયાદ
    Next Article
    પાટીદાર વૃદ્ધા નેપાળ પ્રવાસે ગયાને અડાલજની જમીનનો સોદો થઈ ગયો:કરોડોની જમીન હડપવાનું ભાણીના પતિનું ષડયંત્ર, ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment