Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા અને એક્ટિવા અથડાતા બે મિત્રોના મોત:પરાબજારમાં કરિયાણાની દુકાનમાં સાથે નોકરી કરતા મિત્રો ઘરેથી ચા પીવા જવાનું કહીં નીકળ્યા બાદ બેડીપરા ચોક નજીક પહોંચતા અકસ્માત નડ્યો'તો

    13 hours ago

    રાજકોટ શહેરના બેડીપરા ચોક નજીક મોડી રાત્રે CNG રિક્ષા અને એક્ટિવા મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મિત્રોના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબી રોડ પર આવેલ વેલનાથપરા વિસ્તારમાં બન્ને યુવાનો રહેતા અને પરાબજારમાં કરિયાણાની દુકાનમાં સાથે નોકરી કરતા મિત્રો ઘરેથી ચા પીવા જવાનું કહીં નીકળ્યા બાદ બેડીપરા ચોક નજીક પહોંચતા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં રહેતો 18 વર્ષીય દશરથ રાજુભાઈ બજાણીયા અને તેની બાજુમાં જ રહેતો તેનો પરમ મિત્ર 23 વર્ષીય ચંદ્રેશ ધર્મેશભાઈ નિમાવત ગઈકાલે રાત્રે 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ચા પીવા જવાનું કહીને એક્ટિવા પર નીકળ્યા હતા. દરમિયાન બેડીપરા જૂની પોલીસ ચોકી નજીક આવેલી કનૈયા હોટલ સામેથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે આવતી એક CNG રિક્ષાના ચાલકે તેમના એક્ટિવાને ઠોકરે ચડાવ્યું હતું. રિક્ષાની ભયાનક ટક્કર વાગતા જ બંને મિત્રો વાહન સાથે રોડ પર ફંગોળાઈ ગયા હતા જેના કારણે તેમને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગમખ્વાર અકસ્માત પગલે તાત્કાલિક 108 મારફત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ દશરથ અને ચંદ્રેશને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દશરથ ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો અને અપરિણીત હતો, જેના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેનો મિત્ર ચંદ્રેશ બે ભાઈઓમાં મોટો હતો અને તેના પિતા નિવૃત્ત જીવન ગાળે છે. બંને મિત્રો પરાબજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં સાથે જ નોકરી કરતા હતા અને સાથે જ ચા પીવા નીકળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જોબ પોર્ટલ પર બાયોડેટા મુક્તા ગઠિયાઓએ સંપર્ક કર્યો:કેનેડાની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરીની લાલચ આપી 28 લાખની ઠગાઈ
    Next Article
    સચિવાલયમાં ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું:નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઉપસચિવ ડો. અમરેશંગભાઈ ચૌહાણે રાજીનામું આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment