Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયમાં ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું:નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઉપસચિવ ડો. અમરેશંગભાઈ ચૌહાણે રાજીનામું આપ્યું

    13 hours ago

    ગુજરાત સચિવાલયમાં ક્લાસ-1 અધિકારીના અચાનક રાજીનામાથી વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં ઉપસચિવ, વર્ગ-1 તરીકે ફરજ બજાવતા ડો. અભેશંગભાઈ દીપસંગભાઈ ચૌહાણે સરકારી સેવામાંથી રાજીનામું આપ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. અધિસૂચના મુજબ ડો. ચૌહાણે તેમની અરજીના આધારે અંગત કારણોસર સરકારી સેવામાંથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002ના નિયમ-35(1) ની જોગવાઈ અનુસાર તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તેઓ 31 ઓગસ્ટ, 2026ના રોજ કચેરી સમય બાદથી સરકારી સેવામાંથી રાજીનામું આપ્યું હોવાનું અધિસૂચનામાં જણાવાયું છે. ભરતીના થોડા વર્ષોમાં જ સેવા છોડી ડો. ચૌહાણે સરકારી સેવામાં જોડાયા બાદ થોડા જ વર્ષોમાં રાજીનામું આપી દીધું હોવાની બાબત પણ ચર્ચાનો વિષય બની છે. જોકે, સત્તાવાર અધિસૂચનામાં રાજીનામા માટે ‘અંગત કારણોસર’નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના રાજીનામા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. સામાન્ય વહીવટ વિભાગની આ અધિસૂચનાથી સચિવાલયના વહીવટી વર્તુળોમાં અચાનક રાજીનામાની ચર્ચા તેજ બની છે.
    Click here to Read More
    Previous Article
    રીક્ષા અને એક્ટિવા અથડાતા બે મિત્રોના મોત:પરાબજારમાં કરિયાણાની દુકાનમાં સાથે નોકરી કરતા મિત્રો ઘરેથી ચા પીવા જવાનું કહીં નીકળ્યા બાદ બેડીપરા ચોક નજીક પહોંચતા અકસ્માત નડ્યો'તો
    Next Article
    નિલેશ કાથડને પ્રતિષ્ઠિત 'કેસરબા' દલિત સાહિત્ય એવોર્ડ એનાયત.:દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના અધિવેશનમાં જૂનાગઢના જાણીતા કવિ અને લેખક નિલેશ કાથડ પ્રતિષ્ઠિત 'કેસરબા' એવોર્ડથી સન્માનિત થતાં શુભેચ્છા વર્ષા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment