Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 વર્ષની ઉંમરે રિયલ એસ્ટેટથી ગુજરાતી સિનેમા સુધી:પ્રોડ્યુસર જશ વીરાની 'મિત્રતા'ની સફળ સફર, પાર્થિવ ગોહિલ ને માનસી પારેખ સાથે મળીને બનાવી ફિલ્મ

    7 hours ago

    25 સપ્ટેમ્બરે ગુજરાત ને મુંબઈમાં ગુજરાતી ફિલ્મ 'મિત્રતા' રિલીઝ થઈ. આ ફિલ્મને જશ નીતા પ્રફુલ વીરાએ પ્રોડ્યુસ કરી છે. જશ નીતા પ્રફુલ વીરા માત્ર 28 વર્ષના છે અને તેમણે મુંબઈમાં રિયલ એસ્ટેટ, હૉસ્પિટાલિટી, થિયેટરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. જશે પહેલા રિયલ એસ્ટેટ કંપની વીરા ગ્રુપ ઊભી કરી. ત્યારબાદ પર્ફોર્મિંગ આર્ટ્સમાં કામ કરવાનું શરૂ કર્યું. હવે તેમણે ફિલ્મ 'મિત્રતા'થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું છે. જશે રિયલ એસ્ટેટમાં અત્યાર સુધી મુંબઈના અલગ-અલગ એરિયામાં નવથી વધુ સ્કીમ બનાવી છે. જશ પોતાના નામની પાછળ પિતા ને માતા એમ બંનેનું નામ લખાવે છે. રિયલ એસ્ટેટમાં સફળતા મેળવ્યા બાદ ઇસ્ટ મુંબઈમાં થિયોના રેસ્ટોરાં શરૂ કરી. રેસ્ટોરાં બિઝનેસ સફળ થતાં જ વીર એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયાના માધ્યમથી 'ભારતનો લાડકવાયોઃ દીનદયાળ' નાટકથી થિયેટરમાં ડેબ્યૂ કર્યું. આ નાટક સફળ રહ્યું ને પછી 'જશ વીરા ફિલ્મ્સ'થી 'મિત્રતા' ફિલ્મ પ્રોડ્યુસ કરી. જશ વીરાએ આ ફિલ્મ પાર્થિવ ગોહિલ-માનસી પારેખ સાથે રહીને કો પ્રોડ્યુસ કરી છે. જશ વીરાની આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ફિલ્મ એક્ટર વિરાજ ઘેલાણીને વ્હોટ્સ એપ પર વોઇસ નોટ મોકલીને ફિલ્મના વખાણ કર્યા હતા. વિરાજ ઘેલાણીએ આ વોઇસ નોટ સો.મીડિયામાં શૅર કરી હતી. આ વોઇસ નોટમાં હાર્દિક કહે છે, ''ડાર્લિંગ તારી મૂવી જોઈ. બહુ મસ્ત બનાવી છે તમે લોકોએ. બહુ ક્યૂટ, બહુ સરસ. વેરી વેલડન ઓન યુ, વેરી વેલડન ટુ એવરીવન, બહુ મજા આવી. હસાવ્યા, રડાવ્યા, લોટ્સ ઑફ લવ…'' ફિલ્મ 'મિત્રતા'ની વાત કરીએ તો આ ફિલ્મ ત્રણ પાક્કા ભાઇબંધો મોક્ષ, વેદ તથા અભિનની આસપાસ ફરે છે. ફિલ્મમાં કોલેજકાળની મસ્તીથી લઈને જીવનમાં આવતા ચઢાવ-ઉતારમાં મિત્રો કઈ હદે સાથ આપે છે તે બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં વિરાજ ઘેલાણી (અભિન), દીપ વૈદ્ય (મોક્ષ), વિશાલ પારેખ (વેદ) અને વિશ્વા (જીયા) જોશી લીડ રોલમાં જોવા મળ્યા છે. ફિલ્મને ઓનીલ કાર્ણિકે ડિરેક્ટ કરી છે ને રાઇટર ભાવિક પંડ્યા છે. ફિલ્મમાં સંગીત પાર્થિવ કે. શાહે આપ્યું છે. ફિલ્મનું 'મિત્રતા એન્થમ' સોંગ ઘણું જ પોપ્યુલર થયું છે. આ ગીત અમિત ત્રિવેદીએ ગાયું છે, જ્યારે ગીતકાર જૉય મહેતા તથા દિવ્યેશ મુંગરા છે.
    Click here to Read More
    Previous Article
    ભારત એક વર્ષમાં 300 છગ્ગા ફટકારનારી પ્રથમ ટીમ:ભારત સામે સૌથી મોટો T20 રનચેઝ; મેચમાં માત્ર બીજી વખત 500+ રન બન્યા
    Next Article
    પ્રદર્શન પહેલાં જ દીપકેની ફ્લાઇટમાંથી ધરપકડ:કહ્યું- અરેસ્ટ થવા જ આવ્યો છું, ધ્રુવ રાઠીને ઘરેથી જ ઉઠાવ્યા; CJPનાં 600 સમર્થકોની પણ અટકાયત, ઇન્ટરનેટ પણ બંધ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment