Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતલિયાદાદાના મંદિરે નાગપંચમીની ઉજવણી.:ઝાંઝરડા સ્થિત ખેતલિયાદાદા મંદિરે નાગપંચમી પર્વે પવિત્ર હવન, ભવ્ય પિત્તળના ધ્વજદંડની સ્થાપના અને હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ મહોત્સવની ધામધૂમથી ઉજવણી.

    1 day ago

    ​પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમીના શુભ દિને જૂનાગઢ શહેરમાં ભારે ભક્તિમય અને ઉત્સાહસભર માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢના ધંધુસર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન ખેતલિયાદાદા નાગ મંદિર ખાતે નાગપંચમીના તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં પવિત્ર હવનનું સુંદર આયોજન કરાયું હતું. વેદિક મંત્રોચ્ચારના નાદ વચ્ચે યજમાનોએ આહુતિ આપી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં સરોબોર થઈ ગયું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન તેમજ હવનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. ​આ વર્ષની નાગપંચમી ખેતલિયાદાદા મંદિર માટે અત્યંત ઐતિહાસિક અને યાદગાર બની રહી છે. તહેવારની ધામધૂમપૂર્વકની ઉજવણી સાથે મંદિરના શિખર પર એક ભવ્ય, આકર્ષક અને નૂતન પિત્તળનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પિત્તળનો ધ્વજદંડ ચડાવવામાં આવતાં જ મંદિરની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હતા અને દર્શનાર્થે આવેલા ભક્તોમાં અપરંપાર આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ પવિત્ર તીર્થધામનું સંપૂર્ણ સંચાલન અને દેખરેખ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા કરવામાં આવે છે. બાપુના પ્રેરણાદાયી અને કુશળ માર્ગદર્શન હેઠળ જ ધ્વજદંડારોહણ, હવન તથા શ્રદ્ધાળુઓ માટેની તમામ સુવિધાઓનું સુચારુ આયોજન શક્ય બન્યું હતું. ​આ પાવન અવસરે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, ગિરવા ગિરનારની પવિત્ર ગોદમાં અને જૂનાગઢને આંગણે ઝાંઝરડા ગામ ખાતે આવેલ ભારતી આશ્રમ ખેતલિયાદાદા મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન સાધના અને ભજન સાથે વિવિધ તહેવારો ઉજવાતા હોય છે.આજે નાગપંચમીનો તહેવાર છે, જે મહાદેવ અને ભગવાન શિવના મસ્તક પર વિરાજમાન વાસુકી નાગનો વિશેષ દિવસ ગણાય છે. ખેતલિયાદાદાનું આ મંદિર આપણી સૌની શ્રદ્ધાનું પ્રતીક છે અને અહીં આશ્રમ બન્યો નહોતો ત્યારથી જ નાગપંચમી ઉજવવાની પરંપરા ચાલી આવે છે. ​સમય જતાં ગામનો વિકાસ થયો અને મંદિરની મહિમા વધતાં આ મહોત્સવનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. હવે તો આજુબાજુના સાત-આઠ ગામોના લોકો, સમસ્ત ટ્રસ્ટીગણ અને સેવક સમુદાય ભેગા મળીને આ ભવ્ય કાર્યક્રમ યોજે છે, જેમાં દીકરીઓ અને કુમારિકાઓના ભોજનનું પણ સુંદર આયોજન થાય છે. આ કાર્યક્રમની જવાબદારી મને સોંપાઈ છે ત્યારે હું ખેતલિયાદાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તેઓ મને સંપૂર્ણ નિષ્ઠાથી સહભાગી બનવાની શક્તિ આપે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌના સિયારા પ્રયાસોથી નાગપંચમીનું ખૂબ જ સુંદર આયોજન સંપન્ન થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લોન અપાવવામાં લાખ્ખો રૂપિયા ખંખેર્યા:આદિત્ય બિરલા ફાઇનાન્સના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને 20 લાખની લોન આપવાની લાલચ આપી વડોદરાના યુવક સાથે 11.23 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી
    Next Article
    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને 1.60 કરોડોની છેતરપિંડી:નુવામા વેલ્થ મેનેજમેન્ટના નામે બોગસ ઓળખ આપી, એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રોડ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment