Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન અપાવવામાં લાખ્ખો રૂપિયા ખંખેર્યા:આદિત્ય બિરલા ફાઇનાન્સના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને 20 લાખની લોન આપવાની લાલચ આપી વડોદરાના યુવક સાથે 11.23 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી

    1 day ago

    સાયબર ગઠિયાઓએ આદિત્ય બિરલા ફાઇનાન્સના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી વડોદરાના યુવકને વીમા પોલિસીની સામે 20 લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી હતી અને જીરો ટકા વ્યાજ અને ઓછા હપ્તાની લોનની ઓફર કરીને યુવક પાસેથી અલગ-અલગ ચાર્જના બહાને કુલ 11.23 લાખ રૂપિયા પડાવ્યા હતા. લાંબા સમય બાદ પણ લોન નહીં મળતાં છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાન્યુઆરી 2026માં વડોદરાના યુવકને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ કહ્યું હતું કે, તેનું નામ અંકિતા મિશ્રા છે અને તે આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી બોલે છે. આ. મહિલાએ પોલિસી સામે 20 લાખ રૂપિયાની લોનની ઓફર કરી હતી. લોન મેળવવા માટે એક લાખ રૂપિયાની લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી લેવી પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય નંબર પરથી ફોન કરી યુવક પાસેથી ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ અને ત્રણ વર્ષના ITR સહિતના દસ્તાવેજો વોટ્સએપ મારફતે મંગાવવામાં આવ્યા હતા. યુવકે તેમના જણાવ્યા મુજબ પોલિસી પણ લીધી હતી. ત્યારબાદ આરોપીઓએ લોનની પ્રોસેસના નામે સબસિડી, સબસિડી ચાર્જ, TDS અને બીજી પોલિસી સહિતના વિવિધ બહાના કાઢી યુવક પાસેથી અલગ-અલગ રકમ ભરાવી હતી. આરોપીઓ દ્વારા મોકલવામાં આવેલી લિંક્સ મારફતે યુવકે પોતાના બેંક ખાતા તથા ક્રેડિટ કાર્ડમાંથી રકમ ચૂકવી હતી. આ રીતે કુલ 11,73,067 રૂપિયા રકમ ભરાવવામાં આવી હતી. જોકે, બાદમાં લોન નહીં મળતાં અને વધુ રકમની માંગણી થતાં યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. યુવકે 25 જુલાઈ 2026ના રોજ 1930 હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન કેટલાક ટ્રાન્ઝેક્શનની રકમ રિફંડ થઈ હોવાનું જણાતાં સુધારા બાદ ફરિયાદ મુજબ કુલ રૂ.11,23,067.38ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. યુવકે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મયુર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ:રાજવી પરિવારના સહયોગથી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કર્યું લોકાર્પણ
    Next Article
    ખેતલિયાદાદાના મંદિરે નાગપંચમીની ઉજવણી.:ઝાંઝરડા સ્થિત ખેતલિયાદાદા મંદિરે નાગપંચમી પર્વે પવિત્ર હવન, ભવ્ય પિત્તળના ધ્વજદંડની સ્થાપના અને હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ મહોત્સવની ધામધૂમથી ઉજવણી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment