Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મયુર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ:રાજવી પરિવારના સહયોગથી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કર્યું લોકાર્પણ

    1 day ago

    મોરબીમાં મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના રાજવી પરિવારના આર્થિક સહયોગ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી સ્વ. મહારાજા કુમારી હર્ષદદેવી ઓફ મોરબીની સ્મૃતિમાં આ સેન્ટર શરૂ કરાયું છે. હવે મયુર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના દર્દીઓ માટે કુલ ૧૪ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અગાઉ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો પરિવારના સહયોગથી કિડની ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ થયો હતો, જેમાં છ મશીન મૂકવામાં આવ્યા હતા. આ છ મશીન ત્રણ શિફ્ટમાં ચાલુ રાખવામાં આવતા હોવા છતાં, ડાયાલિસિસના દર્દીઓની સંખ્યા વધુ હોવાથી વધુ મશીનોની જરૂરિયાત હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, મોરબી રાજવી પરિવાર દ્વારા મયુર હોસ્પિટલ ખાતે વધુ આઠ ડાયાલિસિસ મશીન મૂકવા માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી સ્વ. મહારાજા કુમારી હર્ષદદેવી ઓફ મોરબીની સ્મૃતિમાં સમર્પિત આ ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે મહારાજા કુમારી રૂક્ષ્મણીદેવી ઓફ મોરબી તથા ઉમાદેવી ઓફ મોરબી, સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સહિતના તમામ આગેવાનો દ્વારા મોરબીના રાજવી પરિવારના યોગદાનની નોંધ લેવામાં આવી હતી. રાજવી પરિવારે મચ્છુ જળ હોનારત, ભૂકંપ, ઝૂલતો પુલ તૂટવાની ઘટના જેવી કુદરતી આફતોમાં મોરબીના લોકોને પોતાનો પરિવાર સમજીને હરહંમેશ આર્થિક સહયોગ આપ્યો છે. ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અહીં એક જ જગ્યાએ એકી સાથે 14 ડાયાલિસિસ મશીન કાર્યરત રહેશે, જેનાથી ડાયાલિસિસના દર્દીઓને સારવારનો લાભ મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજવી પરિવાર, મયુર ફાઉન્ડેશનના સંચાલકો તેમજ સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત કિડની હોસ્પિટલના તમામ હોદ્દેદારો અને ડોક્ટર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાઈક અને સ્કૂટર વચ્ચે ટક્કર, બાઈકચાલકનું મોત, દીકરીનો ચમત્કારિક બચાવ:નાની દીકરીને આંટો મરાવવા નીકળ્યા ને સુંદરપુરા-શાહપુરા માર્ગ પર અકસ્માત
    Next Article
    લોન અપાવવામાં લાખ્ખો રૂપિયા ખંખેર્યા:આદિત્ય બિરલા ફાઇનાન્સના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને 20 લાખની લોન આપવાની લાલચ આપી વડોદરાના યુવક સાથે 11.23 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment