Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈક અને સ્કૂટર વચ્ચે ટક્કર, બાઈકચાલકનું મોત, દીકરીનો ચમત્કારિક બચાવ:નાની દીકરીને આંટો મરાવવા નીકળ્યા ને સુંદરપુરા-શાહપુરા માર્ગ પર અકસ્માત

    1 day ago

    વડોદરા તાલુકાના સુંદરપુરા ગામથી શાહપુરા જવાના માર્ગ પર એક અકસ્માત સર્જાયો છે. બાઈક અને સ્કૂટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાની દીકરીએ બાઈક પર આંટો મારવા લઈ ગયા ને અકસ્માત મૃતક રાવજીભાઈ વસાવા મૂળ રાજપીપળાના વતની હતા અને વર્ષોથી સુંદરપુરામાં પરિવાર સાથે રહેતા હતા. રાવજીભાઈ સવારે પોતાની નોકરી પર જવા નીકળ્યા હતા, ત્યારે તેમની નાની દીકરીએ બાઈક પર આંટો મારવા માટે આગ્રહ કર્યો હતો. દીકરીની જીદ પૂરી કરવા તેઓ તેને બાઈક પર બેસાડી શાહપુરા રોડ તરફ આંટો મરાવવા નીકળ્યા હતા. સ્કૂટર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી, પિતાનું મોત- દીકરીનો બચાવ આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક સ્કૂટર ચાલકે રાવજીભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રાવજીભાઈ રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જોકે, આ ગંભીર દુર્ઘટના વચ્ચે સદનસીબે બાઈક પર સવાર તેમની નાની દીકરીનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી, સ્કૂટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા અંડરપાસ કામમાં વિલંબ, સામાજિક કાર્યકર ઉપવાસ પર:રજૂઆત નહીં સ્વીકારાય તો આમરણ ઉપવાસની ચીમકી
    Next Article
    મોરબીમાં મયુર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ:રાજવી પરિવારના સહયોગથી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કર્યું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment