Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા અંડરપાસ કામમાં વિલંબ, સામાજિક કાર્યકર ઉપવાસ પર:રજૂઆત નહીં સ્વીકારાય તો આમરણ ઉપવાસની ચીમકી

    1 day ago

    ગોધરા શહેરના મધ્યમાં આવેલા ભાગોળ રેલ્વે LC 4 અંડરપાસનું કામ વિલંબમાં પડતાં સ્થાનિક સામાજિક કાર્યકર સંજયભાઈ ટહેલ્યા બે દિવસીય પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ આમરણ ઉપવાસ કરશે. રૂ. 16 કરોડના ખર્ચે શરૂ કરાયેલું આ રેલ્વે અંડરપાસનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ વિલંબને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકોને ભારે ટ્રાફિક સમસ્યા અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તો બંધ રહેતા સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર પણ પ્રતિકૂળ અસર પડી છે. કામગીરી તાત્કાલિક ધોરણે ઝડપી બનાવી પૂર્ણ કરાવવાની માંગ સાથે સંજયભાઈ ટહેલ્યા અંડરપાસના નિર્માણ સ્થળે જ બે દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા છે. સંજયભાઈ ટહેલ્યાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા તેમની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે અને કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને તેઓ આમરણ ઉપવાસ પર ઊતરશે. RNB વિભાગના અધિકારી કે.કે. પટેલના જણાવ્યા અનુસાર, હાલ રેલવે અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે અને પાણીના નિકાલ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નાગરવાડાના સત્તાર ધાણીવાલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ:હરણીમાં પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો, નોટિસ ફટકારી છતા ન ખાલી કરી
    Next Article
    બાઈક અને સ્કૂટર વચ્ચે ટક્કર, બાઈકચાલકનું મોત, દીકરીનો ચમત્કારિક બચાવ:નાની દીકરીને આંટો મરાવવા નીકળ્યા ને સુંદરપુરા-શાહપુરા માર્ગ પર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment