Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગરવાડાના સત્તાર ધાણીવાલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ:હરણીમાં પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો, નોટિસ ફટકારી છતા ન ખાલી કરી

    1 day ago

    વડોદરાના હરણી વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તકની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાના ગંભીર મામલામાં હરણી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. માર્ગ અને મકાન વિભાગના પંચાયત નાયબ સર્વેયર દ્વારા જિલ્લા કલેક્ટરના આદેશને પગલે નાગરવાડા રહીશ અને પેઢીના ભાગીદાર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો હરણીમાં પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવનાર ભાગીદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર (પંચાયત માર્ગ-મકાન વિભાગ) અને જિલ્લા પંચાયતના સંયુક્ત કબ્જા હેઠળ આવેલી અને વર્ષ 2022માં તંત્ર દ્વારા આ જમીન પર ફેન્સિંગ કરવાનું આયોજન કરાયું ત્યારે સુપ્રીમ ઓટો સપ્લાયર્સ / બ્રોજા પ્રોપર્ટીઝ એલએલપીના ભાગીદાર સત્તાર આદમભાઈ ધાણીવાલા (રહે. નાગરવાડા, વડોદરા) દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. નોટિસ ફટકારી છતા ન ખાલી કરી આ ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્ર દ્વારા ફેબ્રુઆરી 2022માં નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ આરોપીએ કબ્જો કર્યો ન હોવાનો જવાબ આપી નોટિસની અવગણના કરી હતી. પરિણામે, તત્કાલીન પંચાયત નાયબ સર્વેયર દ્વારા વડોદરા કલેક્ટર સમક્ષ ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ હેઠળ અરજી દાખલ કરવામાં આવી હતી, જેના આધારે અધિક કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની કાયદેસર તપાસ અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અંતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં આરોપીઓની રજૂઆતો પાયાવિહોણી જણાતા સરકારી જમીન પરનું અનધિકૃત દબાણ સાબિત થયું હતું. આથી કમિટી દ્વારા સર્વાનુમતે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો. કલેક્ટરના આદેશના આધારે પંચાયત નાયબ સર્વેયર દ્વારા હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Maharashtra SIR Draft List से 2 करोड़ मतदाताओं के नाम कटे, जानें फिर कैसे पा सकते हैं वोट का अधिकार
    Next Article
    ગોધરા અંડરપાસ કામમાં વિલંબ, સામાજિક કાર્યકર ઉપવાસ પર:રજૂઆત નહીં સ્વીકારાય તો આમરણ ઉપવાસની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment