Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પચ્છેગામમાં જુગાર રમતા બે ઝડપાયા, સાત ફરાર:દરોડા દરમિયાન વડોદ, દડવા, પચ્છેગામ, કંથારીયાના શખસો ભાગવામાં સફળ રહ્યાં

    11 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વલ્લભીપુરના પચ્છેગામમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડીને બે શખસને અટકાયતમાં લીધા છે. દરોડા દરમિયાન પોલીસને જોઈને સાત શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચે સ્થળ પરથી રોકડ, મોબાઈલ અને પાંચ બાઈક મળી કુલ રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ નવ શખસો વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર રેડ એલસીબીનો સ્ટાફ વલ્લભીપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પચ્છેગામમાં જાહેર જગ્યામાં પૈસા પાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતાં રવિરાજસિંહ ઉર્ફે નાનભા ગોહિલ (રહે. પચ્છેગામ) અને મનહર બચુભાઈ પીપળીયા (રહે. કંથારીયા) હાર-જીતનો જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન 7 શખસ નાસી છૂટ્યા પોલીસની ગાડી જોતાં જ જુગાર રમી રહેલા અન્ય 7 શખસો- નિલુભા ઉર્ફે એન.ડી. ગોહિલ, જીકા પીપળીયા, કાળુ ડાબસરા, જયપાલસિંહ ગોહિલ, અનોપ સોલંકી, પ્રદિપ મકવાણા અને સિદ્ધરાજસિંહ ગોહિલ ભાગી છૂટ્યા હતા. પોલીસે ફરાર શખસોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, 2 મોબાઈલ અને 5 બાઈક મળીને કુલ રૂ. 1,47,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ 9 શખસો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં શ્રાવણ ઉત્સવ: મહિલા સશક્તિકરણ પર ભાર:40 હજારથી વધુ પર્યટકોએ સ્વ-સહાય જૂથોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું
    Next Article
    બાદશાહે છાનામાના કરેલા બીજા લગ્નનો 5 મહિનામાં જ અંત:'નવાબઝાદે' ફેમ ઈશા રિખી સાથે જૂનમાં લગ્ન કર્યાં ને જુલાઈમાં તો ડખા શરૂ થઈ ગયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment