Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં ટ્રકની અડફેટે પરપ્રાંતિય યુવાનનું મોત:માલવણ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા અકસ્માત, પત્ની-ત્રણ બાળકો નોંધારા થયા

    7 hours ago

    પાટડી તાલુકાના માલવણ હાઈવે પર ચોકડી પાસે એક પરપ્રાંતિય યુવાનનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક યુવાન પોતાના સાથીઓ સાથે વતન જવા નીકળ્યો હતો. આ ઘટનાને પગલે તેની પત્ની અને ત્રણ બાળકો નોંધારા બન્યા છે. મૃતક યુવાનની ઓળખ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના પીપળીયા ગામના લાલાભાઇ મુનસિંહ ડામોર તરીકે થઈ છે. તેઓ હાલ અણીન્દ્રામાં કિશોરસિંહ ભીમભા રાઠોડની વાડીએ ખેતમજૂરી કરતા હતા. લાલાભાઇ પોતાની પત્ની રેખાબેન, બે દીકરા અને એક દીકરી સાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પોતાના સગા રાકેશ ગલુભાઈ બારૈયા અને પ્રબલ પરતુભાઇ બીલવાલ સાથે વતન મધ્યપ્રદેશ જવા માટે અણીન્દ્રાથી માલવણ ચોકડી પર આવ્યા હતા. રાત્રે બસમાં વતન જવા માટે બસની રાહ જોતી વખતે તેઓ રોડ ક્રોસ કરીને માલવણ ગાયત્રી હોટલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે વિરમગામથી માલવણ તરફ પૂરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ટ્રક રોડ ક્રોસ કરી રહેલા લાલાભાઇ મુનસિંહ ડામોર સાથે અથડાઈ હતી. ટક્કર વાગતા લાલાભાઇ નીચે પટકાયા હતા અને ટ્રકના ટાયર તેમના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ દુર્ઘટનાને કારણે ગરીબ પરપ્રાંતિય મજૂર પરિવાર પર આફત આવી પડી છે, અને પત્ની તથા ત્રણ બાળકો નોંધારા બન્યા છે. મૃતક યુવાનની પત્ની રેખાબેન લાલાભાઇ ડામોરની ફરિયાદના આધારે બજાણા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના જે.એમ.વઢેર કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ચેરિટી કમિશનર તંત્ર સામે CA એસોસિએશન લાલઘૂમ:11 માંગણીઓ સાથે કાયદા સચિવને 4 અઠવાડિયાનું અલ્ટીમેટમ
    Next Article
    જીવિત વૃદ્ધાને કાગળ પર મૃત બતાવી કરોડોની જમીન હડપવાનું કાવતરું:સાંતલપુરના ગોખંતર ગામે બોગસ મરણ પ્રમાણપત્ર, ખોટા દસ્તાવેજોના આધારે જમીન વેચી દેવાઈ હોવાનો આક્ષેપ, FIR નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment